આગામી દિવસોમાં મેઘો ફરી ધબધબાટી બોલાવશે! અંબાલાલ પટેલની આગાહી મુજબ આ 2 જિલ્લાઓમાં 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે
છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યો છે. અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નદીઓ બેઉ કાંઠે વહેતા કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. હજી પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગ અને હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિનો નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવાશે. આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ એ અંગે પણ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ ઓક્ટોબર સુધી સક્રિય રહેશે અને છૂટછવાયો ક્યાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે ગણેશ ઉત્સવ દરમિયાન પણ વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરી છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 ઑગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25-28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજે અને આવતી કાલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં 2 ઈંચ સુધીનો વરસાદ વરસશે, મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા આજના દિવસે યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં 4 ઈંચ સુધીનો વરસાદ પડશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. બનાસકાંઠામાં 3-4 ઈંચ સુધીનો વરસાદ પડશે. પંચમહાલ અને મહિસાગરમાં 8 ઈંચ સુધીનો વરસાદ વરસશે. 25-28 ઓગષ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં 5-10 ઈંચ સુધી વરસાદની સંભાવના છે. વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદ પડશે. અંબાલાલ પટેલની અનુમાન મુજબ, ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી ચોમાસુ સક્રિય રહેશે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવાામાન વિભાગે ઑગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. ગુજરાતમાં 30 ઑગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે.
હવામાન વિભાગે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે. તો ગુજરાતમાં આગામી 7-8 દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેશે. આજે અને આવતી કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. દક્ષિણ ગુજરાતમાં એક-બે જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડતો રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp