સેવન ડે સ્કુલના નયનની હત્યાના કેસમાં મહત્વના સીસીટીવી આવ્યા સામે, આ ફૂટેજ જોતા બધો મામલો સ્પષ્ટ

સેવન ડે સ્કુલના નયનની હત્યાના કેસમાં મહત્વના સીસીટીવી આવ્યા સામે, આ ફૂટેજ જોતા બધો મામલો સ્પષ્ટ, જુઓ વિડીઓ

09/03/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સેવન ડે સ્કુલના નયનની હત્યાના કેસમાં મહત્વના સીસીટીવી આવ્યા સામે, આ ફૂટેજ જોતા બધો મામલો સ્પષ્ટ

19 ઓગસ્ટના રોજ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. નયન પર એક ૮ માં ધોરણમાં ભણતા વિધર્મી વિદ્યાર્થી દ્વારા છરી વડે હુમલો કરાયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. હવે આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેના દ્વારા હુમલા પછીની નયનની પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે.


સીસીટીવીના વિડીઓમાં થયો આ ખુલાસો

સીસીટીવીના વિડીઓમાં થયો આ ખુલાસો

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બપોરે 12:53 કલાકે નયન ધાયલ હાલતમાં પેટ પર હાથ રાખી શાળાના એન્ટ્રી ગેટમાંથી અંદર આવે છે. નયન થોડીવારમાં ત્યાં ઢળી પડે છે પરંતુ, શાળાના સ્ટાફ કે સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી રહી. સિક્યોરિટી ગાર્ડ ઊભા-ઊભા ત્યાં બધું જુએ છે અને જાણે કંઈ થયું જ નથી તેવું વર્તન કરે છે. જો કે, બાદમાં વિદ્યાર્થીના માતા-પિતા ત્યાં પહોંચે છે અને તેને ટીંગા-ટોળી કરીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ સીસીટીવીથી સ્પષ્ટ રૂપે શાળા અને સ્ટાફની બેદરકારી જણાઈ આવે છે. વિદ્યાર્થી નયન આટલો ગંભીર રીતે ઘાયલ થયો હોવાં છતા શાળા કે સિક્યોરિટી દ્વારા માનવતાના ધોરણે પણ કોઈ મદદ નથી કરવામાં આવી રહી.


મહત્વનો પુરાવો

મહત્વનો પુરાવો

આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને શુક્રવારે (22મી ઓગસ્ટ) પોલીસે ખાનપુર સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કિશોરને રજૂ કરતાં પહેલાં પણ પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ફરતે તહેનાત કરી દેવાયું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.

આ CCTV ફૂટેજ પોલીસની તપાસમાં અત્યંત મહત્ત્વના સાબિત થઈ શકે છે. આ ફૂટેજ દર્શાવે છે કે, હુમલો કઈ જગ્યાએ થયો અને ઘટના પછીની પરિસ્થિતિ કેવી હતી. આ પુરાવા આરોપી અને ઘટનાની સંપૂર્ણ વિગતોને સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.  


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top