ખાદ્ય તેલમાંથી મૃત ઉંદર નીકળ્યો! 3 લોકોને હોસ્પિટલ ખસેડાયા

ખાદ્ય તેલમાંથી મૃત ઉંદર નીકળ્યો! 3 લોકોને હોસ્પિટલ ખસેડાયા

10/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખાદ્ય તેલમાંથી મૃત ઉંદર નીકળ્યો! 3 લોકોને હોસ્પિટલ ખસેડાયા

આપણે એવી ઘણી ઘટનાઓ બાબતે સાંભળ્યું હશે અથવા અખબારમાં વાંચ્યું હશે જેમાં ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળી હોય. હવે કપાસિયા તેલમાંથી મૃત ઉંદર નીકળવાની ઘટના સામે આવી છે. જૂનાગઢમાં તેલના ડબ્બામાંથી ઉંદર નીકળ્યો છે, જેના કારણે એક પરિવારના 3 લોકોને અસર થઈ હતી. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.


જૂનાગઢના 3 લોકોને થઈ અસર

જૂનાગઢના 3 લોકોને થઈ અસર

જૂનાગઢના રહેવાસીઓ આક્ષેપ કર્યો છે કે, તેમના તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યો છે. જમવામાં તેલનો ઉપયોગ કરતા 3 લોકોને અસર થઈ છે. જ્યારે અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. રાત્રિના સમયે જમ્યા બાદ ત્રણ લોકોને ઝેરી અસર થઈ હતી, જેને કારણે અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અંગે પરિવારજનોનું કહેવું છે કે, ‘અમે 15 દિવસ અગાઉ તેલનો ડબ્બો ખરીદ્યો હતો. જ્યારે અમારા ઘરમાં ગંધ આવતા મેં ઘર ધોયું હતું છતા ગંધ આવતી હતી. ત્યારબાદ તેલની ખીચડી ખાધી તો ઉંદર મરી ગયો હોય તેવી ગંધ આવી હતી. એટલે તેલના ડબ્બામાં લાઇટ પાડીને જોયું તો તેમાં ઉંદર મરેલો હતો. તેલની ઝેરી અસર ઘરના ત્રણ લોકોને થઈ છે.’


આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત

ખાદ્યતેલ જેવી આવશ્યક વસ્તુમાં આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત છે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્પાદન અને પેકેજિંગના સ્તરે ગુણવત્તા નિયંત્રણ અને સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી. સામાન્ય ગ્રાહકો માટે, ખાસ કરીને જ્યારે તહેવારો નજીક હોય ત્યારે, આ ઘટના એક ચેતવણીરૂપ છે. પ્રશાસન દ્વારા માત્ર તપાસ જ નહીં, પરંતુ આવી બેદરકારી બદલ જવાબદારો સામે કડક પગલાં લેવા અને અન્ય બ્રાન્ડના ખાદ્યતેલની ગુણવત્તાની પણ ચકાસણી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ભૂલોનું પુનરાવર્તન ન થાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top