CIAનું PM મોદીને મારવાનું કાવતરું નિષ્ફળ થયું? ટેરેન્સ જેક્સનના મોત સાથે શું છે કનેક્શન
સોશિયલ મીડિયા બાદ,હવે મીડિયામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાના અહેવાલો પ્રકાશિત થવા લાગ્યા છે. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકની CIAએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચ્યું હતું. જોકે, ભારત અને રશિયાની ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત રીતે આ કાવતરું નિષ્ફળ બનાવ્યું. ચાલો આ આર્ટિકલમાં જાણીએ આ દાવા પાછળની સંપૂર્ણ કહાની અને શું તેમાં કોઈ સત્ય છે?
સૌથી પહેલા વાત કરીએ અમેરિકન સ્પેશિયલ ફોર્સિસના અધિકારી ટેરેન્સ જેક્સનના મૃત્યુની. તેનો મૃતદેહ 31 ઓગસ્ટ, 2025ના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું હતું કે તે બાંગ્લાદેશી સેનાને તાલીમ આપવા આવ્યો હતો. જો કે, અહેવાલો સૂચવે છે કે આ ફક્ત એક બહાનું હતું. વાસ્તવમાં જેક્સન CIA માટે કામ કરતો હતો અને વડાપ્રધાન મોદીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ તેના રહસ્યમય મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. વાયરલ અહેવાલોમાં કદાચ તેને અકસ્માત નહીં, પરંતુ ભારતીય-રશિયન જાસૂસી કાર્યવાહીનું પરિણામ ગણવામાં આવી રહ્યું છે.
હવે, ષડયંત્રના પ્લાન બાબતે વાત કરીએ તો, અહેવાલો સૂચવે છે કે પશ્ચિમી દેશો ભારતની વધતી શક્તિથી નાખુશ છે અને તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા. આ માટે ઘણા કારણો માનવમાં આવે છે. પ્રથમ, ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે, અમેરિકન દબાણને અવગણે છે અને પોતાની વિદેશ નીતિ અપનાવે છે. અમેરિકાને લાગે છે કે વડાપ્રધાન મોદીની સરકાર મનસ્વી રીતે વર્તી રહી છે. એટલે તેમની હત્યા કરવાની યોજના ઘડી હતી.
હવે, ભારત-રશિયા મિત્રતા વિશે વાત કરીએ. આ વર્ષે સપ્ટેમ્બરમાં, ચીનના તિયાનજિનમાં શાંઘાઈ સહકાર સમિટમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક કારમાં 45 મિનિટની ખાનગી મુલાકાત કરી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુલાકાત દરમિયાન બંનેએ CIA કાવતરાની ચર્ચા કરી હતી અને તાત્કાલિક કાર્યવાહીની યોજના બનાવી હતી. જેક્સનના મૃત્યુ અને યોજનાની નિષ્ફળતાને આ માટે જવાબદાર ગણાવવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ, 2 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં SEMICON સમિટમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મજાકમાં ટિપ્પણી કરી હતી, ‘શું તમે ચીન જવા માટે તાળીઓ પાડી રહ્યા છો કે પરત ફર્યો તે માટે?’ અહેવાલમાં આને એક કોડેડ સંદેશ ગણાવે છે - જેનો અર્થ છે કે તેઓ સુરક્ષિત માર્ગ પરથી પાછા ફર્યા હતા. આનાથી અફવાઓને વધુ વેગ મળ્યો.
બાંગ્લાદેશના ઢાકામાં એક અમેરિકન અધિકારીનું મૃત્યુ સંપૂર્ણપણે સાચું છે. જેક્સનના મૃત્યુ બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ વિના અમેરિકન એમ્બેસીને સોંપવામાં આવ્યો હતો, જેનાથી દાવાઓને વધુ મજબૂતી મળી. એકંદરે, આ સમાચાર ભારત વિરુદ્ધ અમેરિકના ષડયંત્રનો પર્દાફાશ કરે છે. જો કે, એ નોંધવું જોઈએ કે કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી, તેથી એટલે તેને ફક્ત અટકળો અને સમયનો સંયોગ માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ પણ છે કે, તાજેતરના વર્ષોમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાં કથિત અમેરિકન દખલગીરી પણ સામે આવી છે, જેથી ષડયંત્રના દાવાઓને વધુ મજબૂતી મળી છે. આવા જોખમો વચ્ચે, ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે આવા જોખમોનો સામનો કરવા સક્ષમ છે. જ્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેમની સત્યતા કેટલી હદ સુધી છે તે સ્પષ્ટ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp