કૉલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની પર એસિડ એટેક, એક મહિનાથી કરી રહ્યો હતો પરેશાન
દિલ્હી યુનિવર્સિટીના બીજા વર્ષની એક વિદ્યાર્થિની પર એસિડ એટેક થયો છે. પીડિતા ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં લક્ષ્મીબાઈ કૉલેજમાં એક્સ્ટ્રા ક્લાસ માટે ગઈ હતી. આ ઘટના કૉલેજથી થોડા અંતરે બની હતી. પોલીસની અનેક ટીમો તપાસ કરી રહી છે.
એસિડ એટેકમાં પીડિતાનો હાથ દાઝી ગયો ચ્હે, જોકે તે પોતાનો ચહેરો બચાવવામાં સફળ રહી હતી. પોલીસની અનેક ટીમો તપાસ કરી રહી છે. આ ઘટના 26 ઓકટોબરે 10:00 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે વિદ્યાર્થિની પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. પીડિતાને હાથમાં ઈજા થઈ છે અને હાલમાં તે RML હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેને ટૂંક સમયમાં રજા આપી દેવામાં આવશે.
અહેવાલો અનુસાર, વિદ્યાર્થિનીનો પરિચિત જીતેન્દ્ર અને તેના 2 મિત્રો ઇશાન અને અરમાન, ઘટનાને અંજામ આપવા માટે એક જ બાઇક પર આવ્યા હતા. ઇશાને કથિત રીતે અરમાનને એક બોટલ આપી હતી, ત્યારબાદ અરમાને વિદ્યાર્થિની પર એસિડ ફેક્યું હતું. પીડિતાએ તેનો ચહેરો બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના બંને હાથ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ક્રાઇમ ટીમ અને FSL ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેના નિવેદન અને ઇજાઓના પ્રકારને આધારે, IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે જીતેન્દ્ર તેનો પીછો કરી રહ્યો હતો અને લગભગ એક મહિના અગાઉ તેમની વચ્ચે ઉગ્ર બહેસ થઈ હતી. ક્રાઇમ ટીમ અને FSL ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આરોપીને પકડવા માટે નજીકના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને આ જઘન્ય ગુના માટે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp