'૭૫ વર્ષના સંગરુ રામે બીજા લગ્ન કર્યા, અને સુહાગરાતના ગણતરીના કલાકોમાં જ....' જાણો ચોંકાવનારી હકીકત
ઉત્તરપ્રદેશના જૌનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૌનપુર જિલ્લાના કુછમુછ ગામમાં બનેલી આ ઘટનાએ બધાને હતપ્રત કરી નાખ્યા હતા. ગામના 75 વર્ષના સંગરુ રામે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ સુહાગરાતના ગણતરીના કલાકોમાં જ તેમનું મોત થઈ ગયું હતું.
માહિતી પ્રમાણે સંગરૂ રામની પહેલી પત્નીનું એક વર્ષ પહેલા નિધન થયું હતું. અને સંતાનહીન હોવાના કારણે એકલા જ ખેતીવાડી કરીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. હાલમાં જ તેમણે જલાલપુર પોલીસ મથકની 35 વર્ષના મનભાવતી સાથે કોર્ટ મેરેજ કરીને મંદિરમાં વિધિ વિધાનથી લગ્ન કર્યા હતા. મનભાવતીના પણ આ બીજા લગ્ન હતા અને તેને પહેલા પતિથી 3 બાળકો છે. લગ્ન બાદ બંનેએ આખી રાત વાતો કરી. અને બીજા જ દિવસે સવારે અચાનક સંગરૂ રામની તબિયત લથડી ગઈ. જો કે પરિજનો તેમને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા હતા.
આ ઘટનાના પગલે સંગરૂરામના ભત્રીજાઓએ તેના અંતિમ સંસ્કાર રોકી દીધા છે. તેમનું કહેવું છે કે, તેઓ દિલ્હીથી પાછા ફર્યા બાદ જ આગળની કાર્યવાહી કરશે. મૃતકનો પરિવાર આ ઘટનાને સંદિગ્ધ માની રહ્યો છે તેથી આ મામલે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યા છે.
મૃતકની બીજી પત્ની મનભાવતીએ કહેવું છે કે, કોર્ટમાં અમે બંનેએ લગ્ન કર્યા છે. મૃતકે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ આ બાળકોની દેખભાળ કરશે અને જે મારા પૈસા છે તેને હું મારી પત્નીના બાળકોના નામે કરી દઈશ. લગ્ન બાદ અમે લોકો ઘરે આવ્યા અને ભોજન કર્યું તથા ત્યારબાદ મોડી રાત સુધી વાતો કરી હતી. લગ્નના બીજા દિવસે તે સવારે બધાને ઉઠાડવા આવ્યા અને થોડીવાર સુધી સવારે ઘરની બહાર સૂતા હતા. થોડીવાર બાદ બાજુવાળા કાકી આવ્યા અને કહ્યું કે, ગળું કેમ વાંકુ છે અને ત્યારબાદ મૃતકની પત્નીએ પોતાના સંબંધીઓને ફોન કરીને બોલાવ્યા. મૃતકની પત્ની પોતે આઘાતમાં સરી પડી છે કે, આખરે આ કેવી રીતે થઈ ગયું અને અચાનક સવારે મોત થઈ ગયું, તેમને પહેલેથી કોઈ બીમારી નહતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp