ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે RSSના પ્રમુખ મોહન ભાગવત ગુજરાત કેમ પહોંચ્યા?
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં રાજકીય તાપમાન વધી ગયું છે. દિવાળી અગાઉ 16 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ થવાની પ્રબળ શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન મંત્રીમંડળમાંથી 10થી વધુ મંત્રીઓને બહાર કરવામાં આવી શકે છે. જો આવું થાય તો 2021ની ‘નો રિપીટ થિયરી’ બાદ ગુજરાતમાં ભાજપ માટે આ એક મોટી સર્જરી હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ બે વર્ષ દૂર છે. આ બધા વિકાસ વચ્ચે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા પણ ભાજપના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ભાજપે આ વખતના સંગઠન પર્વ માટે ભાજપે RSS પૃષ્ઠભૂમિ ધરાવતા ઘણા સ્વયંસેવકોને જિલ્લાઓની જવાબદારીઓ સોંપી છે.
RSSના વડા ડૉ. મોહન ભાગવતના સત્તાવાર કાર્યક્રમ મુજબ, તેઓ અમદાવાદ (કર્ણાવતી)ના RSS કાર્યાલય કર્ણાવતીમાં પાર્ટી કાર્યકરો સાથે બેઠક કરશે. તેઓ બુધવાર 15 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9:30 થી 11:45 વાગ્યા સુધી ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્રમાં પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે પ્રેઝન્ટેશન અને વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહેશે. તેઓ બપોરે 12:30 વાગ્યે કર્ણાવતી સ્થિત સંઘ કાર્યાલયમાં કાર્યકરો સાથે બેઠક અને મુલાકાત કરશે. તેઓ 16 ઓક્ટોબર, 2025ના રોજ ગુરુવાર સવારે કર્ણાવતીથી રવાના થશે.
સૂત્રો અનુસાર, RSSના વડા મોહન ભાગવત 2 દિવસ માટે ગુજરાતમાં રહેશે. દિવાળી અગાઉ RSSના વડાની મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવનિયુક્ત BJP પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમની સાથે મુલાકાત કરી શકે છે. ગુજરાત BJPના નવા સંગઠનમાં RSSનો પ્રભાવ દેખાઈ રહ્યો હોવાની ચર્ચા છે. RSS સરસંઘચાલકની બે દિવસીય મુલાકાત દરમિયાન ઘણી અનૌપચારિક બેઠકો થશે. RSSએ ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મોહન ભાગવતની ગુજરાત મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે મુલાકાત કરે તેવી શક્યતા ખૂબ જ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp