Video: ગોઝારો અકસ્માત! બસમાં આગ લાગવાથી 20 લોકોના મોત, DNA તપાસ દ્વારા થશે મૃતકોની ઓળખ
મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જેસલમેરમાં જિલ્લા મુખ્યાલયથી 20 કિલોમીટર દૂર, શોર્ટ સર્કિટને કારણે એક ખાનગી AC સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 20 લોકો જીવતા બળી ગયા, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા. મૃતકોમાં 2 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે.
લગભગ 70 ટકા દાઝી ગયેલા 16 લોકોને જોધપુરની મથુરાદાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોની સારવાર જેસલમેરની જવાહર હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. જેસલમેરથી જોધપુર જતી બસમાં કુલ 57 લોકો સવાર હતા. પોખરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ અકસ્માતમાં 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
કલેક્ટર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 8 મૃતક લોકોની ઓળખ થઈ ગઈ છે. બધા રાજસ્થાનના રહેવાસી હતા. તેમાં જોધપુરના રહેવાસી મહેન્દ્ર મેઘવાલ, તેમની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. બાકીના પીડિતોની ઓળખ કરવામાં સમય લાગી શકે છે. DNA મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવામાં આવશે. કલેક્ટરે મૃતકોના સંબંધીઓને DNA નમૂના આપવાની અપીલ કરી છે.
સંસ્કારી નગરી સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીના ક્લાસરૂમ અને કોમર્સ ફેકલ્ટીની બિલ્ડિંગ પાસેનો વીડિયો વાયરલ #Vadodara #Students #MSUniversity pic.twitter.com/oqv3Euu2UH — Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) October 13, 2025
સંસ્કારી નગરી સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીના ક્લાસરૂમ અને કોમર્સ ફેકલ્ટીની બિલ્ડિંગ પાસેનો વીડિયો વાયરલ #Vadodara #Students #MSUniversity pic.twitter.com/oqv3Euu2UH
અહેવાલો અનુસાર, બસમાં ફટાકડા લઈ જવામાં આવી રહ્યા હતા. બસના પાછળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે એક તણખા ફટાકડા સુધી પહોંચી ગયા હતા, જેનાથી આગ ફેલાઈ ગઈ. આગ લાગ્યા બાદ પણ, બસ હાઇવે પર દોડતી રહી. આગ ડ્રાઇવર સુધી પહોંચે તે પહેલાં, તેણે બસ રોકી અને પોતાની સીટ પરથી કૂદી પડ્યો. નજીકના ગ્રામજનોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા.
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી. આર્મી વોર મ્યુઝિયમ નજીક થઇયાત ગામ નજીકમાં આવેલું છે. આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્તો તેમજ મૃતદેહોને બહાર કાઢવામાં મદદ કરી. એક પ્રત્યક્ષદર્શી કસ્તુર સિંહના જણાવ્યા અનુસાર, આગ લાગવાથી બસનો દરવાજો બંધ હતો. આર્મીના જવાનોએ દરવાજો તોડીને પીડિતોને બચાવવા માટે JCBનો ઉપયોગ કર્યો. તેમણે લગભગ 30 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મોડી સાંજે ખાસ વિમાન દ્વારા જેસલમેર પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી અને મંત્રી પણ જોધપુર ગયા, જ્યાં તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી અને ઇજાગ્રસ્તોની સારવાર વિશે પૂછપરછ કરી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વિપક્ષના નેતા ટીકારામ જુલીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.
તો વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ જેસલમેર બસ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. X પર એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp