'તમે ગુલુ ગુલુ કરો', આફ્રિદીએ એવું તો શું કહ્યું કે ભારતમાં મચી ગયો હોબાળો
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ તાજેતરમાં રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી અને તેમને સકારાત્મક વિચારધારક ગણાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે (16 સપ્ટેમ્બર) રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ભાજપે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનના પ્રિય રહ્યા છે અને પડોશી દેશના લોકોએ તેમને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત સોશિયલ મીડિયા દ્વારા વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી.
સુપ્રિયા શ્રીનાતે ભાજપ નેતા અનુરાગ ઠાકુર સાથે આફ્રિદીનો ફોટો પોસ્ટ કરતા વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે શાસક પક્ષને કોંગ્રેસ પાર્ટી પર સવાલ પૂછતા શરમ આવવી જોઈએ, જ્યારે પોતે તેમની સાથે સંબંધ રાખે છે. પોતાની પોસ્ટમાં સુપ્રિયા શ્રીનાતે લખ્યું હતું કે, કે તમે ગુલુ ગુલુ કરો, વ્યવહાર તમે કરો, મિત્રતા તમે નિભાવો, અને સવાલ અમને પૂછશો? શરમ આવવી જોઈએ, શરમ કરો વાહિયાત ભાજપિયાઓ."
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન આફ્રિદીએ ભારતમાં ભાજપ સરકારની ટીકા કરી અને ગાંધીની પ્રશંસા કરી હતી. આફ્રિદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે (14 સપ્ટેમ્બર) દુબઈમાં એશિયા કપ મેચ દરમિયાન તેના કટ્ટર હરીફ પાકિસ્તાની ટીમ સાથે હેન્ડશેક ન કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો.
આફ્રિદીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને ભારત સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે, મોદી સરકાર હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમે છે અને સત્તા મેળવવા માટે ખૂબ જ ગંદી માનસિકતા ધરાવે છે. પરંતુ રાહુલ ગાંધીની વાત કરીએ તો, તેઓ ખૂબ જ સકારાત્મક માનસિકતા ધરાવતા વ્યક્તિ છે. તેઓ વાતચીત દ્વારા વિશ્વ સાથે જોડાવા માગે છે. શું એક ઇઝરાયલ પૂરતું નથી કે તમે (ભારત) બીજું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો?"
આ નિર્ણયને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતાની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવ્યો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળો પર સચોટ હુમલા કર્યા, જેના પરિણામે બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ થયો
.
ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને નિશાન બનાવવા માટે આફ્રિદીની ટિપ્પણીઓનો ઉપયોગ કર્યો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધી પાકિસ્તાનના પ્રિય રહ્યા છે. શાહિદ આફ્રિદી અને પાકિસ્તાનના લોકો રાહુલ ગાંધીને પોતાના નેતા બનાવી શકે છે."
એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાના ભારતના નિર્ણય અંગે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. આફ્રિદીનો ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરવાનો ઇતિહાસ રહ્યો છે. આફ્રિદીની ટિપ્પણીઓની સંદર્ભ આપીને, ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો.
ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું, "ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની તક ક્યારેય ચૂકતો નથી અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનું સ્વપ્ન જોતા કટ્ટર હિન્દુ-દ્વેષી શાહિદ આફ્રિદીએ અચાનક રાહુલ ગાંધીની પ્રશંસા કરવા લાગ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp