PM નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ્સની આજે હરાજી થશે, 1700 રુપિયથી પણ તમે લગાવી શકો છો બોલી
દેશ અને વિદેશમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 1300 ભેટોની ઓનલાઈન હરાજી 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મદિવસે શરૂ થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ ગંગા નદીની સફાઈ માટે શરૂ કરાયેલા નમામી ગંગે મિશન પર ખર્ચ થશે.
વર્ષ 2019માં શરૂ થયેલી વડાપ્રધાન માટે ભેટોની હરાજીની આ સાતમી આવૃત્તિ છે. આ વખતે હરાજી માટે મૂકવામાં આવેલી મુખ્ય ભેટોમાં, 2024 પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓ તરફથી મળેલી ભેટો સૌથી મહત્ત્વપૂર્ણ છે. ભેટોની મૂળ કિંમત 1700 રૂપિયા થી 1.03 કરોડ વચ્ચે નક્કી કરવામાં આવી છે
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે 17 સપ્ટેમ્બરથી શરૂ થતી વડાપ્રધાનને મળેલી ભેટોની ઓનલાઈન હરાજી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં વડાપ્રધાનને મળેલી 7000 થી વધુ ભેટોની હરાજી કરવામાં આવી છે, જેનાથી 50.33 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ રકમ નમામિ ગંગે મિશનને દાન કરવામાં આવી છે.આ વખતે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભેટો હરાજી માટે રાખવામાં આવી છે, જેમાં ખેલાડીઓ તરફથી મળેલી ભેટો, દેવી-દેવતાઓની મૂર્તિઓ, પેઇન્ટિંગ, ટોપીઓ, તલવારો, મંદિરોની મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. 17 સપ્ટેમ્બરથી આ બધી ભેટો માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન બોલી લગાવી શકશે.
આ દરમિયાન હરાજી માટે રાખવામાં આવેલી વડાપ્રધાનની મુખ્ય ભેટોમાં તુળજા ભવાનીની મૂર્તિનો સમાવેશ થાય છે, જેની મૂળ કિંમત 1.03 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તેની સાથે જ પેરાલિમ્પિક્સ 2024ના રજત પદક વિજેતા નિષાદ કુમાર, કાંસ્ય પદક વિજેતા અજિત સિંહ અને સિમરન શર્માના શૂઝ પણ છે. જેની મૂળ કિંમત 7.70 લાખ રૂપિયા અલગથી નક્કી કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp