પીએમ મોદીના ૭૫માં જન્મદિવસે તેમને મળેલ ભેટોની થશે ઈ-હરાજી, આ પૈસાનું રોકાણ પ્રધાનમંત્રી અહિયાં કરશે! જાણો
દેશના યશસ્વી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. જેના ભાગરૂપે તેઓ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ભૈસોલા ગામમાં ૮મા રાષ્ટ્રીય પોષણ મહિના અને 'સ્વસ્થ નારી શક્તિ પરિવાર' અભિયાન શરૂ કરશે. ઉપરાંત ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. ભાજપ અને કેન્દ્ર સરકાર બુધવારથી બે ઑક્ટોબર ગાંધી જયંતિ સુધી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઊજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેર, એક વૃક્ષ માતાને નામ સહિત જન કલ્યાણ કાર્યક્રમો અને વિકાસ પહેલ માટેના કાર્યક્રમો હાથ ધરશે.
ત્યારે વધુમાં વડાપ્રધાન મોદીને અલગ અલગ સમયે ભેટમાં મળી હોય તેવી રામ દરબારની તાંજોર પેઈન્ટિંગ, ધાતુની નટરાજ પ્રતિમા, હાથ વણાટની નાગ શાલ સહિત ૧૩૦૦થી વધુ વસ્તુઓની ઈ-હરાજી થશે. પીએમ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની ઓનલાઈન હરાજીની આ સાતમી આવૃત્તિ છે. આ હરાજી બુધવારથી શરૂ થશે અને ગાંધી જયંતિ સુધી ચાલશે. આ વસ્તુઓના વેચાણમાંથી અત્યાર સુધીમાં રૂ. ૫૦ કરોડથી વધુની રકમ જમા કરાઈ છે, જેનો ઉપયોગ નમામી ગંગે પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે.
મળતી માહિતી મુજબ પીએમ મોદી પાસે 52,920 રૂપિયા રોકડ છે. આ ઉપરાંત તેમની પાસે બેંકમાં કુલ 2,86,40,642 રૂપિયા છે. વધુમાં માહિતી મુજબ, પીએમ મોદીએ પોસ્ટ ઓફિસની સ્કીમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પણ રોકાણ કર્યું છે. તેમણે એનએસસીમાં કુલ 9,12,398 રૂપિયા રોકાણ કર્યું છે. વર્તમાન સમયમાં આ સ્કીમમાં 7.7 ટકા વ્યાજ ઓફર કરાય છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ, પીએમ મોદી પાસે 45 ગ્રામની 4 સોનાની રિંગ છે, જેની કુલ કિંમત 2,67,750 રૂપિયા છે. જો કે પીએમ મોદી દ્વારા શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પ્રકારનું રોકાણ કરાયું નથી.
આ ઉપરાંત પીએમ મોદી તરફથી કુલ 3,33,179 રૂપિયા ઈનકમ ટેક્સ ક્લેમ કરવામાં આવ્યો છે. અને My Netaની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પીએમ મોદી પાસે ખેતીવાડી માટે પણ કોઈ જમીન અને રહેવા માટે કોઈ બિલ્ડિંગ કે ઘર પણ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp