‘ભારતે નહોતો માન્યો મધ્યસ્થતાનો પ્રસ્તાવ, પાકિસ્તાને જ ખોલી દીધી ટ્રમ્પના સીઝફાયરવાળા દાવાઓની પ

‘ભારતે નહોતો માન્યો મધ્યસ્થતાનો પ્રસ્તાવ, પાકિસ્તાને જ ખોલી દીધી ટ્રમ્પના સીઝફાયરવાળા દાવાઓની પોલ; જુઓ વીડિયો

09/17/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘ભારતે નહોતો માન્યો મધ્યસ્થતાનો પ્રસ્તાવ, પાકિસ્તાને જ ખોલી દીધી ટ્રમ્પના સીઝફાયરવાળા દાવાઓની પ

પાકિસ્તાને પોતે જ ઓપરેશન સિંદૂર અંગે વારંવાર મધ્યસ્થી કરવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું હતું કે અમેરિકા પોતે જ યુદ્ધવિરામનો પ્રસ્તાવ લઈને આવ્યું હતું, પરંતુ ભારત તેનાથી સહમત થયું નહોતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારે ઓપરેશન સિંદૂર દરમિયાન અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથેની તેમની વાતચીતનો ખુલાસો કર્યો હતો. ઇશાક ડારના જણાવ્યા મુજબ, માર્કો રુબિયોએ તેમને કહ્યું હતું કે ભારત યુદ્ધવિરામ માટે કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થી નહીં સ્વીકારે કારણ કે તે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.


ભારત સાથે વાતચીત માટે ઘણી વખત પહેલ કરી: ઇશાક ડાર

ભારત સાથે વાતચીત માટે ઘણી વખત પહેલ કરી: ઇશાક ડાર

અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાને ભારત સાથે વાતચીત માટે ઘણી વખત પહેલ કરી હતી. ઇશાક ડારને પૂછવામાં આવ્યું હતું કે શું પાકિસ્તાન બંને દેશો વચ્ચે ત્રીજા પક્ષની સંડોવણી માટે તૈયાર છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘અમને ત્રીજા પક્ષની મધ્યસ્થી સામે કોઈ વાંધો નથી, પરંતુ ભારત સ્પષ્ટપણે કહી રહ્યું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે અમે 25 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં માર્કો રુબિયોને પૂછ્યું કે વાટાઘાટોનું શું થયું, ત્યારે તેમણે કહ્યું કે ભારત તેને દ્વિપક્ષીય મુદ્દો માને છે.’


વાતચીત માટે ભીખ નહીં માગે: ઇશાક ડાર

વાતચીત માટે ભીખ નહીં માગે: ઇશાક ડાર

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ઇસ્લામાબાદ દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છે, પરંતુ વાતચીત માટે ભીખ નહીં માગે. જો કોઈ દેશ વાતચીત ઇચ્છે છે, તો ખુશી થશે, પરંતુ કોઈ વસ્તુની ભીખ માગી રહ્યા નથી. અમે શાંતિપ્રિય દેશ છીએ. અમારું માનવું છે કે વાતચીત એ આગળ વધવાનો માર્ગ છે. સ્વાભાવિક છે કે વાતચીત માટે બે લોકોની જરૂર છે. અમે ભારતને વાત કરવા માટે દબાણ નહીં કરી શકીએ.

ઇશાક ડારના નિવેદનથી પુષ્ટિ થઈ ગઈ કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી. તેનાથી એ પણ સ્પષ્ટ થયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોના DGMO વચ્ચેની વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top