BCCIએ નવા સ્પોન્સરની કરી જાહેરાત, Apollo Tyeres મેચ દીઠ આટલા રૂપિયા ચૂકવશે

BCCIએ નવા સ્પોન્સરની કરી જાહેરાત, Apollo Tyeres મેચ દીઠ આટલા રૂપિયા ચૂકવશે

09/17/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

BCCIએ નવા સ્પોન્સરની કરી જાહેરાત, Apollo Tyeres મેચ દીઠ આટલા રૂપિયા ચૂકવશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાના નવા સ્પોન્સરની જાહેરાત કરી છે. Apollo ટાયર્સે Dream11નું સ્થાન લીધું છે. ટૂંક સમયમાં ભારતીય ટીમની જર્સી પર Apollo Tyresનો લોગો જોવા મળશે.BCCI માટે આ ડીલ મહત્ત્વપૂર્ણ રહી. Apollo Tyres BCCIને Dream11 કરતા વધુ ચૂકવણી કરશે. BCCI અનુસાર, આ કોન્ટ્રાક્ટ માર્ચ 2028 સુધી 2.5 વર્ષ માટે રહેશે.


Dream11 સાથે ડીલ રદ થઈ

Dream11 સાથે ડીલ રદ થઈ

એશિયા કપ 2025ના થોડા દિવસો અગાઉ BCCIએ Dream11 સાથેની ડીલ રદ કરી દીધી હતી. તેના થોડા દિવસો બાદ જ BCCIએ નવા ટેન્ડર માટે દરવાજા ખોલ્યા હતા. દરેકના મનમાં પ્રશ્ન એ છે કે Apollo Tyres BCCIને કેટલી રકમ આપશે? અહેવાલો અનુસાર, Dream11, 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે BCCIને 358 કરોડ રૂપિયાનો આપવાનો હતો, પરંતુ હવે Apollo Tyres BCCIને વધુ ચૂકવશે.


Apollo Tyre કેટલી રકમ ચૂકવશે?

Apollo Tyre કેટલી રકમ ચૂકવશે?

Apollo Tyres BCCIને પ્રતિ મેચ 4.5 કરોડ રૂપિયા ચૂકવશે. Dream11ના અગાઉના કરારથી BCCIને પ્રતિ મેચ 50 લાખનો નફો થયો હતો. Dream11 BCCIને પ્રતિ મેચ 4 કરોડ રૂપિયા ચૂકવી રહ્યું હતું. BCCIએ ટેન્ડરમાં નવા નિયમો લાગુ કર્યા હતા. જર્સી સ્પોન્સર માટે, બોર્ડે ગેમિંગ, સટ્ટાબાજી, ક્રિપ્ટો અને તમાકુ કંપનીઓને સાઈડ પર કરી દીધી હતી.

BCCIએ સ્પોર્ટ્સ ક્લોથિંગ કંપનીઓ, બેંકિંગ અને નાણાકીય કંપનીઓ, કોલ્ડ ડ્રિંક્સ, પંખા, મિક્સર-ગ્રાઇન્ડર્સ, તાળાઓ અને વીમા કંપનીઓ માટે દરવાજા ખોલ્યા. જેમાં Apollo Tyresએ માજી મારી. Dream11 અને Apollo Tyre પહેલા, બાયજુ, Oppo, સ્ટાર ઈન્ડિયા અને સહારા જેવી કંપનીઓ BCCIના સ્પોન્સરમાં સામેલ થઈ ચૂકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top