એશિયા કપ-2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, સુર્યકુમારને કેપ્ટન તો ગીલને ....., જાણો વિગતો

એશિયા કપ-2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, સુર્યકુમારને કેપ્ટન તો ગીલને ....., જાણો વિગતો

08/19/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

એશિયા કપ-2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, સુર્યકુમારને કેપ્ટન તો ગીલને ....., જાણો વિગતો

આગામી એશિયા કપ-2025ની ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે મંગળવારે આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અને એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કેપ્ટન સુર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા રમશે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.


T20 ફોર્મેટમાં એશિયા કપ

T20 ફોર્મેટમાં એશિયા કપ

T20 ફોર્મેટમાં યોજાઈ રહેલો એશિયા કપ આ વખતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે શહેરો અબૂધાબી અને દુબઈમાં થશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.

એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી 19 સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.


ભારતે 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો

ભારતે 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો

એક માત્ર ભારતીય ક્રિકેટ ટીમે સૌથી વધુ 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જેમાંથી તેણે 7 વખત ODI ફોર્મેટમાં અને એક વખત T20 ફોર્મેટમાં ટ્રોફી જીતી છે. શ્રીલંકાએ 6 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે પાકિસ્તાને બે વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા, આ બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેથી આ બંને ખેલાડીઓ આ એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે નહીં. 21 વર્ષ પછી આ પહેલીવાર હશે જ્યારે આ બંને ખેલાડીઓમાંથી કોઈ પણ એશિયા કપમાં મેદાન પર જોવા મળશે નહીં.


એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહની પસંદગી કરવામાં આવી છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top