6,6,6,6,6,6,6... પોલાર્ડે 8 બોલમાં 7 છગ્ગા ફટકાર્યા, જુઓ વીડિયો
કિરોન પોલાર્ડ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2025માં તબાહી મચાવી રહ્યો છે, તેણે સોમવારે રમાયેલી મેચમાં સતત છગ્ગા ફટકારીને મોટો સ્કોર બનાવ્યો. તેણે 29 બોલમાં 224.14ની સ્ટ્રાઇક રેટથી 65 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (TKR)એ પહેલા બેટિંગ કરતા 179 રન બનાવ્યા હતા, જેના જવાબમાં SKN પેટ્રિઓટ્સ માત્ર 167 રન જ બનાવી શકી હતી અને TKRએ મેચ 12 રનથી જીતી લીધી હતી.
કિરોન પોલાર્ડે શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી. ત્રિનબાગો નાઈટ રાઈડર્સના આ ખેલાડીએ પહેલા 13 બોલમાં માત્ર 12 રન બનાવ્યા હતા, પરંતુ એક વખત આંખ જામી ગયા બાદ તેણે બોલરોને ફટકારવાનું શરૂ કરી દીધું. પોલાર્ડે 15મી ઓવરમાં તેની શરૂઆત કરી, તેણે નવીન બિદેસીની ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો. આ ત્યારબાદ, પાંચમો બોલ ચૂકી ગયા બાદ, તેણે છઠ્ઠા બોલ પર એક ગગનચૂંબી છગ્ગો ફટકાર્યો.
અફઘાનિસ્તાનના બોલર વકાર સલામખૈલે 16મી ઓવર ફેંકી, જેમાં પોલાર્ડને ત્રીજા બોલ પર સ્ટ્રાઈક મળી. તેણે વકારની ઓવરના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર છગ્ગો ફટકાર્યો. આ રીતે તેણે સતત 8 બોલમાંથી 7 બોલ પર છગ્ગો ફટકાર્યો. પોલાર્ડે 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
ત્રિનબાગો નાઈટ રાઈડર્સના ઓપનર કોલિન મુનરો (17) અને એલેક્સ હેલ્સ (7) મોટો સ્કોર કરી ન શક્યા. ત્યારબાદ ડેરેન બ્રાવો 21 રન બનાવીને આઉટ થયા. કિરોન પોલાર્ડ સાથે નિકોલસ પૂરને પણ શાનદાર કેપ્ટનશીપ ઇનિંગ રમી, તેણે 38 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા ટીમે SKN પેટ્રિઓટ્સને 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
KIERON POLLARD HAS SMASHED 7 SIXES IN 8 BALLS IN THE CPL. 🤯pic.twitter.com/aNGLmmwpbA — Mufaddal Vohra (@mufaddal_vohra) September 1, 2025
KIERON POLLARD HAS SMASHED 7 SIXES IN 8 BALLS IN THE CPL. 🤯pic.twitter.com/aNGLmmwpbA
SKN પેટ્રિઓટ્સે શાનદાર શરૂઆત કરી, ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી. એવિન લુઈસે 25 બોલમાં 4 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા અને આન્દ્રે ફ્લેચરે 54 બોલમાં 67 રન બનાવ્યા. પરંતુ તેમના આઉટ થયા બાદ ટીમ બેકફૂટ પર આવી ગઈ અને જીતથી 13 રન દૂર રહી ગઈ. ત્રિનબાગો નાઈટ રાઈડર્સના બોલર મોહમ્મદ આમિરે 2 વિકેટ અને નાથન એડવર્ડ્સે 3 વિકેટ લીધી. કિરોન પોલાર્ડને પોતાની તોફાની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp