તમારા ઘરમાં પડેલા કચરામાંથી ખજાનો કાઢશે ભારત, મોદી સરકારે પ્રોજેટ પર લગાવી દીધો મહોર

તમારા ઘરમાં પડેલા કચરામાંથી ખજાનો કાઢશે ભારત, મોદી સરકારે પ્રોજેટ પર લગાવી દીધો મહોર

09/04/2025 Business

SidhiKhabar

SidhiKhabar

તમારા ઘરમાં પડેલા કચરામાંથી ખજાનો કાઢશે ભારત, મોદી સરકારે પ્રોજેટ પર લગાવી દીધો મહોર

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ, લેપટોપ અને સોલાર પેનલ જેવી ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે. આ બધા માટે જરૂરી ખનિજોને ‘ક્રિટીકલ મિનરલ્સ’ કહેવામાં આવે છે. તેમાં લિથિયમ, કોબાલ્ટ, નિકલ, રેર અર્થ જેવા તત્વોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ભારત આ ખનિજો માટે લગભગ પૂરી રીતે વિદેશી આયાત પર નિર્ભર હતું. પરંતુ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. સરકારે 1,500 કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે, જે હેઠળ આ કિંમતી ખનિજોને હવે ક્ષતિગ્રસ્ત બેટરી અને ઇ-કચરામાંથી કાઢવામાં આવશે અને રિસાયકલ કરવામાં આવશે.

ભારતમાં દર વર્ષે લાખો ટન ઇ-કચરો ઉત્પન્ન થાય છે. દુર્લભ ખનિજો મોબાઇલ ફોન, લેપટોપ, ટીવી, ઇલેક્ટ્રિક વાહનો અને જૂના વાહનોના ભાગોમાં પણ ઉપસ્થિત હોય છે. અત્યાર સુધી આ કચરો ક્યાં તો લેન્ડફિલમાં દબાવી દેવામાં આવતો હતો અથવા ખૂબ જ નાના સ્તરે રિસાયકલ કરવામાં આવતો હતો. બીજી તરફ ચીન વિશ્વમાં મહત્ત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન પર પ્રભુત્વ ધરાવે છે. એવામાં, ભારત માટે પોતાની સ્થાનિક ક્ષમતા વિકસાવવી જરૂરી હતી. સરકારનું માનવું છે કે આયાત પર નિર્ભરતા ઘટાડવી અને સ્થાનિક સ્તરે સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી એ દેશની વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા માટે જરૂરી છે.


આ યોજનાથી શું બદલાવ આવશે?

આ યોજનાથી શું બદલાવ આવશે?

નવી યોજના 6 વર્ષ એટલે કે 2030-31 સુધી ચાલશે. આ અંતર્ગત, ઈ-કચરો, લિથિયમ આયન બેટરી સ્ક્રેપ અને જૂના વાહનોના ભાગોમાંથી ખનિજો કાઢવામાં આવશે. મોટા ઉદ્યોગોની સાથે સ્ટાર્ટઅપ્સ અને નાના રિસાયક્લિંગ ઉદ્યોગોને પણ તક મળશે. સરકાર નવા કારખાનાઓ સ્થાપવા, ક્ષમતા વધારવા અને જૂના પ્લાન્ટને આધુનિક બનાવવા પર સબસિડી આપશે.


આ લાભ કેવી રીતે મળશે?

આ લાભ કેવી રીતે મળશે?

સરકાર પ્લાન્ટ અને મશીનરી સ્થાપવા પર 20% મૂડીખર્ચ સબસિડી આપશે.

ઉત્પાદન શરૂ થાય ત્યારે વેચાણના આધારે ઓપેક્સ સબસિડી આપવામાં આવશે.

મોટી કંપનીને મહત્તમ 50 કરોડ રૂપિયા અને નાની કંપનીને 25 કરોડ રૂપિયા સુધીનો લાભ મળશે.

સરકારનો અંદાજ છે કે આ યોજના દ્વારા દર વર્ષે 270 કિલો ટન ઈ-કચરો રિસાયકલ કરવામાં આવશે. તેમાંથી લગભગ 40 કિલો ટન મહત્ત્વપૂર્ણ ખનિજો કાઢવામાં આવશે. દેશમાં લગભગ 8000 કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને લગભગ 70,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. એટલે કે એક જ તીરથી અનેક નિશાન પર સાધવામાં આવશે. કચરાની સમસ્યા પણ ઓછી થશે, ખનિજોનું સ્થાનિક ઉત્પાદન પણ વધશે અને યુવાનોને રોજગાર પણ મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top