શિલ્પા શેટ્ટીએ કેમ બંધ કરી સેલિબ્રિટીઝ માટે હોટસ્પોટ કહેવાતી પોતાની રેસ્ટોરન્ટ 'બાસ્ટિયન બાંદ્રા'!? જાણો
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા હાલ છેતરપીંડીના કેસમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા 60.4 કરોડની છેતરપિંડીના કેસ બાદ, શિલ્પાએ તેની મુંબઈમાં આવેલી પ્રખ્યાત રેસ્ટોરન્ટ 'બાસ્ટિયન બાંદ્રા'ને બંધ કરવાની જાહેરાત કરી છે. 2016માં શરૂ થયેલી આ રેસ્ટોરન્ટ મુંબઈના ઘણા સેલિબ્રિટીઝ માટે હોટસ્પોટ હતી.
View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)
શિલ્પાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, આ રેસ્ટોરન્ટનો ગુરુવાર 'એક યુગના અંત' જેવો હશે. આ જગ્યાએ લોકોને અગણિત યાદો આપી છે, જેને ઉજવવા માટે છેલ્લી રાત્રે એક ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જો કે, શિલ્પાએ સ્પષ્ટ કર્યું છે કે, આ બ્રાન્ડ સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ ટૂંક સમયમાં જ 'બાસ્ટિયન એટ ધ ટોપ' નામથી ફરી શરૂ થશે. જે એક નવા અનુભવ સાથે આવશે. શિલ્પા શેટ્ટી અને રણજીત બિન્દ્રાની ભાગીદારીમાં શરૂ થયેલી 'બાસ્ટિયન બાંદ્રા' એક સમયે મુંબઈની નાઇટલાઇફનું પ્રતીક બની હતી. ખાસ કરીને તેના સી-ફૂડ માટે જાણીતી આ રેસ્ટોરન્ટમાં બોલિવૂડ અને બિઝનેસ જગતની હસ્તીઓ વારંવાર આવતી હતી. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે શિલ્પા અને રાજ કુન્દ્રા કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
મુંબઈના એક જાણીતા ઉદ્યોગપતિ દીપક કોઠારીએ, શિલ્પા અને રાજ પર 60.4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેમની ફરિયાદ મુજબ, આ રકમ 2015થી 2023 દરમિયાન રોકાણ અને લોન તરીકે આપવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ કથિત રીતે તેમના અંગત ખર્ચાઓ માટે કરવામાં આવ્યો. આ કેસ 'બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની સાથે સંબંધિત છે, જે હવે બંધ થઈ ગઈ છે. શિલ્પા અને રાજના વકીલ પ્રશાંત પાટીલે આ આરોપોને ફગાવી દીધા છે. અને તેને જૂના સિવિલ ટ્રાન્ઝેક્શનનો મામલો ગણાવ્યો છે, જેમાં કોઈ ગુનાહિત પાસું નથી. તેમણે કહ્યું હતું કે, તમામ દસ્તાવેજો તપાસ એજન્સીઓને સોંપવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp