સુરતમાં પરિણીતાએ 2 વર્ષના બાળક સાથે 13 માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

સુરતમાં પરિણીતાએ 2 વર્ષના બાળક સાથે 13 માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

09/04/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં પરિણીતાએ 2 વર્ષના બાળક સાથે 13 માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

સુરતમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં લોકોની આત્મહત્યા કરવાની ઘટના સતત વધી રહી છે. ઓગસ્ટમાં સાસરિયાના લોકોના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થોડા દિવસ અગાઉ જ એક પરિણીતા પોતાના પતિના દારૂ પીવાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા પહોંચી હતી, પરંતુ તેને બચાવી લેવાઈ હતી. તો હવે અન્ય એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. ચાલો જાણીએ શું છે મામલો?


શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

સુરતના અલથાણા વિસ્તારમાં આવેલા માર્કન્ડ હિલ્સમાં રહીને લૂમ્સના વ્યવસાય સાથે જોડાયેલા પટેલ પરિવારની પરિણીતાએ તેના 2 વર્ષના પુત્ર સાથે ઇમારતના 13મા માળ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. મહિલાએ આટલું મોટું પગલું કયા કારણે ઉઠાવ્યું તે બાબતે જાણ મળી નથી. લીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્કન્ડ હિલ્સ બિલ્ડિંગના C વિંગના છઠ્ઠા માળ પર વિલેષકુમાર પટેલનો પરિવાર રહેતો હતો. વિલેશ પોતાના માતા-પિતા, 30 વર્ષીય પત્ની પૂજા અને 2 વર્ષના પુત્ર ક્રિશિવસાથે રહેતો છે. વિલેષકુમાર લૂમ્સનું કારખાનું ચલાવે છે. બુધવારે સાંજે પૂજા પોતાના 2 વર્ષના પુત્ર ને લઈને ઇમારતના C વિંગના 13મા માળ પર બ્લાઉઝ સિવડાવવા ગઈ હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર તેમણે ઇમરતના 13મા માળ પરથી નીચે ઝંપલાવી દીધું હતું, જેના કારણે માતા-પુત્ર બંનેનું મોત થઈ ગયું હતું.

આ દુર્ઘટનાની જાણ થતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.


પતિની દારૂની લતથી કંટાળી મહિલા 2 બાળકો આત્મહત્યા કરવા પહોંચી હતી

પતિની દારૂની લતથી કંટાળી મહિલા 2 બાળકો આત્મહત્યા કરવા પહોંચી હતી

તો થોડા દિવસ અગાઉ જ સુરતમાં પતિના દારૂ પીવાના ત્રાસથી કંટાળીને એક મહિલા 2 બાળકો સાથે આત્મહત્યા કરવા નીકળી હતી, પરંતુ રેલવે પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી એક મહિલા અને તેના બે બાળકોનો જીવ બચી ગયો હતો.  મહિલાને પોલીસે સમજાવી, તેનું કાઉન્સેલિંગ કર્યું અને તેના પરિવાર સાથે ફરી ભેગી કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top