ગુજરાતના આ જિલ્લામાં ડ્રોપ-ટાવર રાઈડ તૂટી પડતા મેળાના રંગમાં ભંગ, રાઈડ ઓપરેટર સહિત ૫ લોકો....,જાણો સંપૂર્ણ વિગતો
નવસારી જિલ્લાના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા દર વર્ષે યોજાતા સાતમ-આઠમના મેળાનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં અચાનક એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જ્યા એક રાઈડ ચાલી રહી હતી ત્યારે અચાનક તે 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડતા તેમાં સવાર 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત અન્ય 5 લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલો સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સોમનાથ મહાદેવના આ મેળામાં ડ્રોપ ટાવર નામની રાઈડ ૪૦ ફૂટ ઊંચાઈએથી નીચે આવી રહી હતી, ત્યાં અચાનક તે ૨૦ ફૂટ ઉંચાઈએથી નીચે પટકાઈ હતી. તે સમયે રાઈડમાં ૧૦ લોકો સવાર હતાં. આ ઘટનાને પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનામાં બે મહિલાઓ, બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમણે તાત્કાલિક સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાઈડમાં સવાર અન્ય ૧૦ લોકો પણ સામાન્ય ઈજાનો ભોગ બન્યા છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ ઘટના બાદ મેળાના વ્યવસ્થાપન અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો કે તંત્ર દ્વારા વધું તપાસ શરૂ કરી દેવાઈ છે. તંત્ર દ્વારા રાઈડના ટેક્નિકલ ચેકઅપ અને સલામતી બાબતો અંગે તપાસ કરાઈ રહી છે. જો કે રાઇડ તૂટી પડતાં મેળાના રંગમાં ભંગ પડ્યો હતો. અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, તેથી લોકો મેળો છોડીને જવા લાગ્યાં હતા.
જોકે આ પહેલા પણ અનેક વાર મેળાઓમાં રાઇડ તૂટી પડવાની ઘટનાઓ બની છે. જેના કારણે હવે મેળાઓમાં રાઇડના ફીટનેશ પર વધુ ભાર મુકવામાં આવે છે. જો ફિટનેસ સર્ટીફીકેટ ન હોય તો રાઇડ ચાલુ કરવાની મંજૂરી મળતી નથી. આ અંગે પ્રશાસને પણ લોકોને સૂચનાઓ આપી છે કે આવા મેળાઓમાં રાઈડ પસંદ કરતા પહેલા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવી જરૂરી છે. ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન ચેક કર્યા વિના જ ઘણી વખત રાઇડને મંજૂરી આપી દે છે. જેથી રાઇડની ફિટનેસના માપદંડમાં કરવામાં આવતી બાંધછોડ નિર્દોષ લોકોના જીવને આ રીતે જોખમમાં મૂકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp