પહેલા તબક્કાની ચૂંટણી અગાઉ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું- બિહારમાં NDAને કેટલી સીટો મળશે
બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 14 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે NDA 160થી વધુ બેઠકો જીતશે. આ ચૂંટણીમાં ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોની સ્ટ્રાઇક રેટ સારો રહેશે. અમિત શાહે બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનના પોસ્ટરોમાંથી લાલુ પ્રસાદ યાદવની તસવીર ગાયબ થવા અંગે ટીકા કરી. તેમણે મહાગઠબંધનને સવાલ કર્યો કે, તેઓ એ જણાવે કે લાલુ યાદવની કેમ બાદબાકી કરવામાં આવી. અમિત શાહે કહ્યું કે અમારા પોસ્ટરોમાં તો ઘણા લોકો છે જે ચૂંટણી લડતા નથી, છતા અમે તેમને શામેલ કરીએ છીએ.
બિહાર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારો ન ઉતરવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે NDA તરફથી 4 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ફક્ત જીતાડી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપે છે.
રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
આ વાતચીત દરમિયાન અમિત શાહને રાહુલ ગાંધીના નિવેદન વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી મત માટે નાચી પણ શકે છે. શાહે કહ્યું કે કોંગ્રેસને રાહુલના નિવેદનોનું નુકસાન ઉઠાવવું પડશે. મણિશંકર ઐયરથી લઈને સોનિયા ગાંધી સુધી, જ્યારે પણ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થયો છે, ત્યારે-ત્યારે ભાજપની જીત વધુ મજબૂત થઈ છે. અમિત શાહે કહ્યું કે આ વખતે કોંગ્રેસના નેતાએ છઠ મૈયાનું પણ અપમાન કર્યું છે. તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.
આ ઈન્ટરવ્યૂમાં અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે શું મોકામા ઘટના જંગલ રાજ પર હુમલો કરવાની નીતિશ સરકારની છબીને નુકસાન પહોંચાડશે? અમિત શાહે જવાબ આપ્યો કે એવું કહી શકાય નહીં કે કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં એક પણ ઘટના બનશે નહીં. અમિત શાહે કહ્યું કે જ્યારે કોઈ ઘટના બાદ કાયદો વ્યક્તિની તાકાત અનુસાર કાર્ય કરે છે ત્યારે જંગલ રાજ ફેલાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp