INDIA ગઠબંધને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે CM ફેસની કરી જાહેરાત; ચિરાગ પાસવાન બોલ્યા- ‘હવે મહાગ

INDIA ગઠબંધને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે CM ફેસની કરી જાહેરાત; ચિરાગ પાસવાન બોલ્યા- ‘હવે મહાગઠબંધન...’

10/24/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

INDIA ગઠબંધને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે CM ફેસની કરી જાહેરાત; ચિરાગ પાસવાન બોલ્યા- ‘હવે મહાગ

તેજસ્વી યાદવને INDIA મહાગઠબંધન દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ, બિહાર ચૂંટણીમાં વાકયુદ્ધ શરૂ થયું છે. NDA નેતાઓ મહાગઠબંધન પર પ્રહારો કરી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન અને ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ INDIA મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે.


હવે ગઠબંધન ખતમ

હવે ગઠબંધન ખતમ

મુઝફ્ફરપુરમાં એક જાહેર રેલીને સંબોધતા ચિરાગ પાસવાને કહ્યું, ‘મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવની જાહેરાત બળજબરીથી કરવામાં આવી છે. તે જનતામાં વિશ્વાસ પહોંચાડી નહીં શકે. હવે મહાગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. NDAની લહેર સ્પષ્ટપણે દેખાય રહી છે. હું જ્યાં પણ જાઉં છું, ત્યાં જનતાની લાગણી એક દિશામાં છે કે 14 નવેમ્બરે NDA સરકાર બનશે. જો આપણે ભૂલથી વિપક્ષને ચૂંટી કાઢી, તો તેઓ આગામી 5 વર્ષ સુધી કહેતા રહેશે કે સરકાર સહયોગ કરી રહી નથી.’


અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ

અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ

ચિરાગ પાસવાને કહ્યું કે, ‘જો તમને આટલી બધી વિનંતીઓ અને દબાણ બાદ મુખ્યમંત્રીના ચહેરા તરીકે સ્વીકારવામાં આવ્યા હોય, તો શું સ્વીકાર્યા ગણાય? આ લોકોએ તમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા માટે કોંગ્રેસ પર કેટલું દબાણ કર્યું? હું એ કહી રહ્યો છું કે જો તમને ગઠબંધનમાં સ્વીકારવામાં ન આવે, તો જે લોકો અમને પૂછે છે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, અમે વારંવાર કહ્યું છે કે અમે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top