બિહારની ચૂંટણીમાં આ જાણીતી લોકગાયિકાની એન્ટ્રી, આ પાર્ટી આપી શકે છે આ બેઠકની ટિકિટ, જાણો વિગતો

બિહારની ચૂંટણીમાં આ જાણીતી લોકગાયિકાની એન્ટ્રી, આ પાર્ટી આપી શકે છે આ બેઠકની ટિકિટ, જાણો વિગતો

10/07/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહારની ચૂંટણીમાં આ જાણીતી લોકગાયિકાની એન્ટ્રી, આ પાર્ટી આપી શકે છે આ બેઠકની ટિકિટ, જાણો વિગતો

બહુચર્ચિત બિહાર વિધાનસભા ચૂંટણીમાં બિહારની લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર ભારતીય જનતા પાર્ટીથી રાજકારણમાં પ્રવેશ કરી રહી હોવાની અટકળો વહેતી થઈ છે. મૈથિલી ઠાકુરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 2011માં માત્ર 11 વર્ષની વયે મૈથિલી ઝીટીવીના સારેગામાપા લિટલ ચેમ્સ કાર્યક્રમથી ફેમસ થઈ હતી. તે ત્યારથી ફિલ્મ, ભજન અને લોક ગીતો ગાઈ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 2024માં લોકસભા ચૂંટણીમાં મૈથિલી ઠાકુરને જન જાગૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.


ભાજપની પ્રતિક્રિયા

ભાજપની પ્રતિક્રિયા

ત્યારે ભાજપ પણ મૈથિલીને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયની મૈથિલી ઠાકુર સાથે મુલાકાતની તસવીર અને તાવડેના નિવેદને આ અટકળો પર જોર મૂક્યું છે. મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં રહેતી મૈથિલી ઠાકુર આ વર્ષે જુલાઈમાં જ 25 વર્ષની થઈ છે અને તે ચૂંટણી લડવા લાયક છે. નોંધનીય છે કે મૈથિલી ઠાકુરની મિથિલા સંસ્કૃતિના લોકગીત માટે જાણીતી છે અને સોશિયલ મીડિયામાં મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે.

મૈથિલી ઠાકુરનું કહેવું છે કે, જો ભારતીય જનતા પાર્ટી તેને મોકો આપે તો તે જરૂર ચૂંટણી લડશે. હું મારા ક્ષેત્રના લોકો માટે કામ કરવા માંગુ છું. દરભંગા અને મધુબની બંને મારા ઘર જેવા છે. જો ભાજપ મોકો આપે તો અલીનગર અથવા બેનીપટ્ટી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડીશ. બિહારના વિકાસ માટે હવે યુવાનોએ જ આગળ આવવું જોઈએ.'


બિહારની દીકરી પરત આવે

બિહારની દીકરી પરત આવે

વિનોદ તાવડેએ ટ્વિટ કરતાં તેણીની ચૂંટણી લડવાના સંકેતોને વધુ પ્રબળ બનાવ્યા છે. તેની મુલાકાત સાથેની તસવીર પોસ્ટ કરતાં તાવડેએ લખ્યું કે, વર્ષ 1995માં બિહારમાં લાલુ રાજના કારણે જે પરિવાર બિહાર છોડીને જતો રહ્યો, તે પરિવારની દીકરી સુપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર બિહારની બદલાતા વિકાસને જોઈ ફરીથી બિહાર આવવા માગે છે. આજે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને તે તેને આગ્રહ કર્યો હતો કે, બિહારની જનતા માટે અને બિહારના વિકાસ માટે તેનું યોગદાન બિહારના સામાન્ય માણસને અપેક્ષિત છે. તે લોકોની અપેક્ષા પૂરી કરે. બિહારની દીકરી મૈથિલી ઠાકુરજીને અનંત શુભકામનાઓ...



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top