થઈ ગયું બ્લંડર! પાકિસ્તાનના રાષ્ટ્રીય ગીતની જગ્યાએ વાગ્યું આઈટમ સોંગ, જુઓ વીડિયો
T20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય તેની ટીમ પર ભારે પડી ગયો.
જ્યારે પણ ક્રિકેટ મેદાન પર બે ટીમો વચ્ચે મેચ હોય છે, ત્યારે બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અગાઉ પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું. ત્યારબાદ ભારતનું, પરંતુ જ્યારે પાકિસ્તાની રાષ્ટ્રગીત વગાડવાનો વારો આવ્યો, ત્યારે તે પહેલાં એક અલગ આઇટમ સોંગ વાગી ગયું. આ ગીત લગભગ 4 સેકન્ડ સુધી વાગ્યું. ત્યારબાદ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ. પછી તરત જ આ ભૂલ સુધારી લેવામાં આવી અને પાકિસ્તાનનું સાચું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.
DJ played Jalebi Baby song on Pakistan National anthem 🤣#INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/rJBmfvqedI — 𝗩 𝗔 𝗥 𝗗 𝗛 𝗔 𝗡 (@ImHvardhan21) September 14, 2025
DJ played Jalebi Baby song on Pakistan National anthem 🤣#INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/rJBmfvqedI
મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ કુલદીપ યાદવે લીધી હતી, જ્યારે જસપ્રીત બૂમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે વરુણ ચક્રવર્તી અને હાર્દિક પટેલને 1-1 વિકેટ મળી હતી. તો 128 રનનો પીછો કરવા આવેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 15.5 ઓવરમાં આ ટારગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp