Video: PM નરેન્દ્ર મોદીએ આઇઝોલમાં રેલવે લાઇનનું કર્યું ઉદ્વઘાટન, બોલ્યા- ‘હું ઉત્તર-પૂર્વની સું

Video: PM નરેન્દ્ર મોદીએ આઇઝોલમાં રેલવે લાઇનનું કર્યું ઉદ્વઘાટન, બોલ્યા- ‘હું ઉત્તર-પૂર્વની સુંદર સંસ્કૃતિનો...’

09/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: PM નરેન્દ્ર મોદીએ આઇઝોલમાં રેલવે લાઇનનું કર્યું ઉદ્વઘાટન, બોલ્યા- ‘હું ઉત્તર-પૂર્વની સું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેવાના છે. હાલમાં તેઓ મિઝોરમમાં છે, જ્યાં તેમણે રાજ્યને રેલવેની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું, જેનો કુલ ખર્ચ 9,000 કરોડ રૂપિયાથી વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર મિઝોરમને ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડતી નવી બૈરાબી-સૈરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કર્યું. હવે આઈઝોલ રેલવે NAPમાં સામેલ થઈ ગયું છે. મિઝોરમના વિકાસ અને સારી કનેક્ટિવિટી માટે આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘પછી આપણા દેશમાં હોય કે વિદેશમાં, હું ઉત્તર-પૂર્વની સુંદર સંસ્કૃતિનો રાજદૂત બનવાનો ખૂબ જ આનંદ અનુભવું છું. ઉત્તર-પૂર્વની શક્યતાઓ દર્શાવતા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટમાં, હું રોકાણકારોને ઉત્તર-પૂર્વની અપાર શક્યતાઓનો લાભ લેવા વિનંતી કરું છું. આ સમિટ મોટા રોકાણો અને પ્રોજેક્ટ્સ માટે માર્ગ ખોલી રહી છે.'

તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે હું વોકલ ફોર લોકલની વાત કરું છું, ત્યારે તેનો સીધો ફાયદો પૂર્વોત્તરના કારીગરો અને ખેડૂતોને પણ થાય છે. મિઝોરમના વાંસના ઉત્પાદનો, ઓર્ગેનિક આદુ, હળદર અને કેળા દેશભરમાં પ્રખ્યાત છે. અમે લોકોની જીવનશૈલી અને વ્યવસાયને સરળ બનાવવા માટે સતત પગલાં લઈ રહ્યા છીએ. તાજેતરમાં, આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ઘણી પ્રોડક્ટ્સ પર ઓછો કર, જે પરિવારોનું જીવન સરળ બનાવશે.’


વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ બાદ મણિપુર જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમ બાદ મણિપુર જશે

મિઝોરમ કાર્યક્રમ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી પડાવ મણિપુર છે. તેઓ અહીં 8,500 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top