ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 અકસ્માત; સુરત જિલ્લામાં 2 આઇસર ધડાકાભેર અથડાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 અકસ્માત; સુરત જિલ્લામાં 2 આઇસર ધડાકાભેર અથડાયા

09/13/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 અકસ્માત; સુરત જિલ્લામાં 2 આઇસર ધડાકાભેર અથડાયા

રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતની ઘટનાઓ બાબતે તમે સાંભળતા જ હશો, માર્ગ અકસ્માતમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવતાં હોય છે, એવી જ રીતે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 અકસ્માતો થયા છે. જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌપ્રથમ વાત કરીયે સુરત જિલ્લામાં થયેલા અકસ્માતની.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર નજીક એક આઇસર ટેમ્પોનું સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું, જેને કારાણે રસ્તા પર જ ઊભો રહી ગયો હતો, અને પાછળથી પૂરઝડપે આવી રહેલો અન્ય એક આઇસર ટેમ્પો તેની સાથે ધડાકાભેર અથડાયઇ ગયો. આ અકસ્માતમાં અથડાયેલા ટેમ્પોના ચાલકને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેને ફ્રેક્ચર થયું હતું. ઘટના બાદ તાત્કાલિક સ્થાનિકોએ ક્રેન બોલાવીને ટેમ્પોમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતની જાણ થતા જ કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


એક પિકઅપ ડાલાએ ટક્કર મારતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત

એક પિકઅપ ડાલાએ ટક્કર મારતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત

ગઇકાલે રાત્રે દાંતા-પાલનપુર નેશનલ હાઈવે પર પુનજપુર પેટ્રોલપંપ પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક પિકઅપ ડાલાએ એક વ્યક્તિને ટક્કર મારી દેતા ઘટનાસ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત થઇ ગયું હતું. અકસ્માત બાદ તાત્કાલિક દાંતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વ્યક્તિ રાજસ્થાનના જાયદરાનો રહેવાસી હોવાનું કહેવામા આવી રહ્યું છે.


ત્રિશૂળિયા ખીણમાં બેક-ટુ-બેક બે અકસ્માત સર્જાયા

ત્રિશૂળિયા ખીણમાં બેક-ટુ-બેક બે અકસ્માત સર્જાયા

અંબાજી નજીક ત્રિશૂળિયા ખીણમાં બેક-ટુ-બેક બે અકસ્માત થવાના સમાચાર છે, પહેલી ઘટનામાં લોખંડના સળિયા ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકનું લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અંબાજી ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. ટ્રેલરમાં સવાર એક ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો છે.

મૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ, એક જ માલિકના અન્ય એક ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતાં તેણે ઘટનાસ્થળે હાજર પોલીસના 2 વાહનોને અડફેટે લીધા હતા. સદ્દનસીબે, પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ દાંતા મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top