ભારતમાં ફરી એક મોટી વિમાની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ, જુઓ રુંવાડા ઊભા કરતો આ વિડીઓ.

ભારતમાં ફરી એક મોટી વિમાની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ, જુઓ રુંવાડા ઊભા કરતો આ વિડીઓ.

09/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં ફરી એક મોટી વિમાની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ, જુઓ રુંવાડા ઊભા કરતો આ વિડીઓ.

કચ્છના કંડલા એરપોર્ટથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાન સાથે 12મી સપ્ટેમ્બર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. સ્પાઈસજેટ Q400 વિમાનનું બહારનું ટાયર ટેકઓફ કર્યા બાદ તરત જ રનવે પર છુટું પડી ગયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી વિમાનને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય.



મુંબઈ એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી

મુંબઈ એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી

સ્પાઈસજેટનું બોમ્બાર્ડિયર DHC8-400 વિમાન, જેનો ફ્લાઇટ નંબર SG-2906 હતો. તેણે શુક્રવારે બપોરે 2.39 વાગ્યે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી હતી. પરંતુ, ટેકઓફ કર્યા પછી તરત જ, ટાવર કંટ્રોલરે રનવે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતી જોઈ હતી. જ્યારે નિરીક્ષણ ટીમે જઈને જોયું તો વિમાનનું વ્હીલ છુટું પડી ગયું હતું.

નોંધનીય છે કે, ટેકનિકલ ખામીની જાણકારી મળતાં જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સાવચેતીના ભાગરૂપે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. અને બપોરે 3:51 વાગ્યે વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ બોમ્બાર્ડિયર DHC8-400 વિમાનમાં ક્રૂ સહિત લગભગ 78 મુસાફરો સવાર હતા. અને આ બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતા. સાવચેતીના ભાગરૂપે અહીં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી.



ઇમરજન્સી ઉતરાણ

આ અગાઉ 29 ઓગસ્ટ, 2025ના રોજ, સ્પાઈસજેટની દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ (SG-385)ને પણ શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી ઉતરાણ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં કેબિન પ્રેશર ચેતવણી મળી હતી, જેના કારણે કેપ્ટને શ્રીનગર એટીસી પાસેથી પ્રાથમિકતા ઉતરાણની પરવાનગી માંગી હતી. આ ફ્લાઈટમાં 4 બાળકો અને 7 ક્રૂ સભ્યો સહિત 205 મુસાફરો સવાર હતા. ઉપરાંત સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પણ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. કેબિન તાપમાનની સમસ્યાને કારણે ફ્લાઇટમાં સવાર 200થી વધુ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top