આ દિગ્ગજ અભિનેતાઓએ પરિણીત હોવાં છતાં કર્યા હતા અભિનેત્રીઓ સાથે અફેર, જે કલાકારોને લોકો રોલ મોડેલ માને છે! જાણો
આપણે ત્યાં ખૂબ ચર્ચિત હિન્દી ફિલ્મોની પ્રેમની પરિભાષાને લગભગ મોટાભાગના ભારતીયો પોતાના જીવનમાં સાર્થક કરવા માંગે છે. પરંતુ એ જ બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓની વાસ્તવિકતાઓ તેમના પત્રોથી કોશો દુર રહેલી છે. જે કલાકારોને લોકો રોલ મોડેલ માને છે, તેમનું વાસ્તવિક જીવન તેમના રીલ લાઇફથી સંપૂર્ણપણે અલગ હોય છે. મોટાભાગના બોલિવૂડ યુગલો તેમના લગ્નજીવનમાં તેઓ દેખાય છે એટલા ખુશ નથી. ઘણા સ્ટાર્સે પરિણીત હોવા છતાં તેમના જીવનસાથીઓને દગો આપ્યો છે.
દિલીપ કુમાર અને સાયરા બાનોની પ્રેમકથા વિશે લોકો આજે પણ વાત કરે છે. પરંતુ આ પ્રેમકથા એટલી પણ સુંદર નહોતી રહી. સાયરા બાનોએ માત્ર 22 વર્ષની ઉંમરે 44 વર્ષીય દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ પ્રેમલગ્નમાં સાત ફેરા લીધા પછી પણ, દિલીપ કુમારે સાયરા સાથે દગો કર્યો હતો. લગ્ન પછી, દિલીપ કુમારે પાકિસ્તાની અભિનેત્રી આસ્મા સાથે અફેર કર્યું હતું. અને ચુપચાપ બીજીવાર આ અભિનેત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા, જેની સાયરાને મીડિયા દ્વારા ખબર પડી હતી. જો કે, ત્યારબાદ આસ્માએ પણ થોડા સમય પછી દિલીપ સાથે દગો કર્યો હતો. અને તેમના બધા રહસ્યો મીડિયા સમક્ષ જાહેર કરી દીધા હતા.
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાનદાર અભિનેતા ગણાતા રાજ કપૂર સાથે સારા ફિલ્મમેકર પણ હતા. પરંતુ તેઓ પણ પોતાના અંગત જીવનમાં સત્યતા સાથે પતિની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ત્યા હતા. રાજ કપૂર પરિણીત હોવા છતાં અભિનેત્રી નરગિસના પ્રેમમાં પડી ગયા અને ઘણા વર્ષો સુધી બંનેનું અફેર પણ ચાલ્યું હતું. પરંતુ આખરે નરગિસે લગ્નની વાત કરતા, તેમણે પોતાની પત્ની પાસે પરત જવાનું નક્કી કર્યું હતું, અને નરગિસને છોડી દીધી હતી.
બોલાવુડના હી-મેન ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પ્રેમ કહાની પણ જગજાહેર છે. ધર્મેન્દ્રએ પણ પોતાની પહેલી પત્નીને દગો આપીને હેમા માલીની સાથે બીજા લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રના પ્રથમ પત્ની પ્રકાશ કૌર હતા અને તેનાથી તેમને બે પુત્રો હતા બોબી અને શની દેઓલ છે. તેમ છતાં ધર્મેન્દ્રએ ડ્રીમ ગર્લ સાથે ધર્મ બદલી લગ્ન કર્યા હતા. કહેવાય છે કે, આજે પણ ધર્મેન્દ્ર અને તેમના પ્રથમ પત્ની પ્રકાશના ઓફિશિયલ છૂટાછેડા થયા નથી.
બોલીવુડના આ દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ પહેલાથી પરિણીત હતા. પરંતુ નાગિન અભિનેત્રી શ્રીદેવીની સુંદરતાના મોહમાં પડી પોતાની પત્ની યોગિતા બાલીને દગો આપ્યો હતો. કહેવાય છે કે, મિથુન અને શ્રીદેવીએ સીક્રેટ મેરેજ પણ કર્યા હતા. પરંતુ તેમનો આ સંબંધ લાંબો સમય ચાલ્યો ન હતો. કારણ કે મિથુનની પ્રથમ પત્ની યોગિતા તેમને છોડવા માટે તૈયાર નહોતી. ત્યારબાદ શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. બોની કપૂરે પણ શ્રીદેવી સાથે લગ્ન પોતાની પ્રથમ પત્નીને છોડીને કર્યાં હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp