અમદાવાદ પ્લેન ક્રેશને લઇને અમેરિકન વકીલનો ચોંકાવનારો દાવો; બોલ્યા- ‘નવા પુરાવાના આધારે સંકેત મળે છે કે...’
12 જૂન 2025. આ તારીખ ગુજરાત ક્યારેય નહીં ભુલાવી શકે. આ દિવસે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ઉડાણ ભરી હતી અને થોડી જ સેકંડોમાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઇ હતી. આ વિમાનમાં સવાર એક જ શખ્સ સિવાય તમામ લોકોના મોત થઈ ગયા હતા, તો જમીન પર રહેલા કેટલાક લોકો પણ આ ગોઝારા અકસમતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યા. આ મામલે હવે પીડિત પરિવારે અમેરિકન ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી.
ભારત અને UKના પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી હતી. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અમેરિકન લોકાના પરિવારોના વકીલે વિમાન દુર્ઘટનાને લઈને ચોંકાવનારી થિયરી રજૂ કરી છે. અમેરિકન વકીલનું કહેવું છે કે, ‘નવા પુરાવાના આધારે સંકેત મળે છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીક હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી આખી દુર્ઘટના સર્જાઈ.’
અમદાવાદ દુર્ઘટના મામલે અમેરિકન વકીલ માઈકલ એન્ડ્રૂઝે અરજી દાખલ કરીને બ્લેક બોક્સના ડેટાની માગ્યા છે. વકીલ માઈકલ એન્ડ્રૂઝે દાવો કર્યો કે, પ્લેનક્રેશ દુર્ઘટનામાં પાયલોટની કોઈ ભૂલ નહોતી. પાણી લીકેજ હોવાથી શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે ફ્યૂલ કંટ્રોલ સ્વિચ ઓટોમેટિક જ બંધ થઈ શકે છે.
અમેરિકન વકીલ માઈક એન્ડ્રૂઝે પોતાના દાવામાં અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના ફ્લાઇટ નિર્દેશનો ઉલ્લેખ કર્યો છે. એન્ડ્રૂઝે જણાવ્યું હતું કે 14 મે 2025ના રોજ FAA દ્વારા જાહેર કરાયેલા સૂચનોમાં જણાવાયું હતું કે વિમાનના વોટર લાઇન કપલિંગમાં પાણી લીકેજના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. નિર્દેશોઓમાં ચેતવણી આપવામાં આવી હતી કે પાણી લીકેજથી વિમાનના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભેજ પ્રવેશી શકે છે.
FAA અનુસાર, આ પાણી લીકેજથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ભીના થઈ શકે છે અને શોર્ટ સર્કિટ થઈ શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પોતાની નિર્દેશોમાં બોઇંગ કંપનીના કેટલાક બોઇંગ મોડેલ વિમાનો જેમ કે 787-8, 787-9, 787-10નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અકસ્માતનો ભોગ બનેલું એર ઇન્ડિયાનું વિમાન પણ 787-8 ડ્રીમલાઇનર હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp