કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની અને સાસરિયાં સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની અને સાસરિયાં સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે આખો મામલો

08/16/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની અને સાસરિયાં સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફ

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદે પોતાની પત્ની અને સાસરિયા વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં 11 લાખ રૂપિયા પડાવી અને 100 કરોડ રૂપિયા માગ્યાની FIR નોંધાવી છે.


પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે તપાસ શરૂ કરી

આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એલ.એલ.ચાવડાએ જણાવ્યું કે, વ્રજેન્દ્ર પ્રસાદે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. ઘાટલોડિયા પોલીસે વજેન્દ્ર પ્રસાદની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગોપનીયતા જાળવી રાખી છે, અને વધુ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.


હનીમૂન બાદ શરૂ થયો હતો વિવાદ

હનીમૂન બાદ શરૂ થયો હતો વિવાદ

વ્રજેન્દ્રપ્રસાદ અને અવંતિકાના લગ્નને લગભગ 2 વર્ષ થયા છે. લગ્ન બાદ હનીમૂન પર ગયા ત્યારથી જ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. શરૂઆતમાં, આ વિવાદને કૌટુંબિક સ્તરે અને મધ્યસ્થીઓ દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ સફળતા ન મળતા આખરે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

વ્રજેન્દ્રપ્રસાદે પોતાની ફરિયાદમાં અવંતિકા શુક્લા, અજયશંકર શુક્લ, વૈશાલી શુક્લ, ગોકુલભાઈ શુક્લ, શશીકાંત તિવારી અને ગોપાલ પાંડેનું નામ આપ્યું છે, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વ્રજેન્દ્રપ્રસાદે પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવારના 6 સભ્યો પર 100 કરોડ રૂપિયાની માગણી કરવાનો આરોપ મૂક્યો છે.

આ ઘટનાએ ધાર્મિક સંસ્થાઓના પરિવારોમાં આંતરિક વિવાદો અને નાણાકીય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. 100 કરોડ રૂપિયાની માગણીનો આરોપ એક ગંભીર બાબત છે, જે સમાજમાં નાણાકીય શોષણ અને વૈવાહિક વિવાદોના મુદ્દાઓને ઉજાગર કરે છે. જો તપાસમાં આરોપો સાચા ઠરે તો આ ઘટના મંદિરની પ્રતિષ્ઠા અને ગાદીપતિના પરિવારની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉભા કરી શકે છે. જે આ મામલાની ગંભીરતા દર્શાવે છે. આ ઘટનાથી આગામી દિવસોમાં નવા વિવાદો સર્જાઈ શકે તેવી સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top