માત્ર 12 વર્ષની કન્યા અને 200 પુરુષો! બાંગ્લાદેશથી ગુજરાત-મહારાષ્ટ્ર સુધી ચાલતો રહ્યો ‘હવસનો ખેલ’! અત્યંત ઘ્રુણાસ્પદ કિસ્સો!
બાંગ્લાદેશથી એક એવા આંતરરાષ્ટ્રીય સે*ક્સ કૌભાંડના સમાચાર સામે આવી રહ્યા છે, જે તમને અત્યંત ઘ્રુણાસ્પદ લાગી શકે છે. પ્રાપ્ય માહિતી મુજબ બાંગ્લાદેશની એક બાર વર્ષની કન્યા સતત ત્રણ મહિના સુધી એકથી બીજા પુરુષોના હાથે પીંખાતી રહી છે. અત્યાર સુધીમાં આશરે 200 પુરુષો આ કુમળી ઉંમરની કન્યા ઉપર દુષ્કર્મ કરી ચૂક્યા હોવાનો અંદાજ છે.
મળતી માહિતી મુજબ પરીક્ષાના રિઝલ્ટ મુજબ એક વિષયમાં નાપાસ થયેલી બાંગ્લાદેશની એક કન્યાને માતાપિતા ઠપકો આપશે એવો ડર લાગ્યો. આથી નિશાળેથી ઘરે જવાને બદલે ભાગી છૂટી. બાળાને પોતાની આ બાલીશ ભૂલની ભારે કિંમત ચૂકવવી પડી. એક બાંગ્લાદેશી સ્ત્રીની ચુંગાલમાં ફસાયેલી બાળાને એ સ્ત્રીએ અન્ય એક બાંગ્લાદેશી દલાલને વેચી દીધી. એ પછી આ દલાલ કન્યાને ભારત લઇ આવ્યો. ફ્લાઈટ દ્વારા એને કલકત્તાથી મુંબઈ લાવવામાં આવી. મુંબઈમાં મોહમ્મદ ખાલિદ બાપરી (૩૩ વર્ષ) નામના બાંગ્લાદેશી દલાલને કન્યાનો કબજો સોંપાયો. એ પછી મોહમ્મદે કન્યાને ધાકધમકી અને માર-ફટકારનો ઉપયોગ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી! વિરોધ કરે તો કિશોરીને શરીરે ડામ દેવામાં આવતા! ઈચ્છા વિરુદ્ધ બ*ળાત્કાર આ કન્યા માટે રોજીંદો ક્રમ બની ગયો. મોહમ્મદે આટલેથી અટકવાને બદલે કિશોરીને બીજા દલાલોને વેચી દીધી.
ગુજરાતના નડિયાદ ખાતેના પ્રીતિ મોહીડા (૩૭ વર્ષ) અને નિકેત પટેલ (૩૫ વર્ષ) નામના દલાલોએ બાળાને ત્રણ મહિના સુધી ગુજરાતમાં રાખી, જે દરમિયાન 200 જેટલા પુરુષોએ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો અંદાજો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કિશોરીના દેહને ચૂંથવા માટે દલાલો દ્વારા ગ્રાહકદીઠ પંદર હજાર સુધીની ઉંચી રકમ વસૂલવામાં આવતી હતી. જે પૈકી બાળાને માત્ર 500 રૂપિયા આપવામાં આવતા! દલાલો એને સતત ઘરે (બાંગ્લાદેશ) પાછી મોકલવાનું આશ્વાસન આપતા રહેતા. બાદમાં એને મહારાષ્ટ્રના નાયગાંવ ખાતે લાવવામાં આવી હતી. એક સ્વયંસેવી સંસ્થાને કોઈક રીતે આ બાળા અંગે માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગની મદદથી નાયગાંવના એક ફ્લેટ પર પોલીસની રેડ પાડીને બાળાને મુક્ત કરાવવામાં આવી હતી.
અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં નવ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો – મોહમ્મદ ખાલિદ બાપારી, રૂબી બાપારી, ઝુબેર શેખ, શમીમ સરદાર – નો સમાવેશ થાય છે. એ ઉપરાંત નડિયાદના પ્રીતિ મોહીડા અને નિકેત પટેલની પણ ધરપકડ કરી લેવાય છે. તપાસનીશ પોલીસ અધિકારીના કહેવા મુજબ આ કેસમાં હજી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તેમજ બાંગ્લાદેશમાં રહેતા બાળકીના પિતાનો સંપર્ક કરીને બાળાને સત્તાવાર માધ્યમ દ્વારા પરિવાર પાસે મોકલી આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp