Video: બાંગ્લાદેશમાં બબાલ યથાવત, હવે રોક સિંગર જેમ્સના કોન્સર્ટમાં ઘૂસી ઉપદ્રવી ભીડ, ઈંટ-પથ્થરો

Video: બાંગ્લાદેશમાં બબાલ યથાવત, હવે રોક સિંગર જેમ્સના કોન્સર્ટમાં ઘૂસી ઉપદ્રવી ભીડ, ઈંટ-પથ્થરો ફેંક્યા; 20 ઇજાગ્રસ્ત

12/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: બાંગ્લાદેશમાં બબાલ યથાવત, હવે રોક સિંગર જેમ્સના કોન્સર્ટમાં ઘૂસી ઉપદ્રવી ભીડ, ઈંટ-પથ્થરો

શુક્રવારે રાત્રે બાંગ્લાદેશના ફરીદપુરમાં દેશના સૌથી મોટા રોક સ્ટાર જેમ્સ ઉર્ફ નાગર બાઉલના કોન્સર્ટ પર ઇસ્લામિક ટોળાએ હુમલો કરી દીધો. આ હુમલો ફરીદપુર જિલ્લા સ્કૂલની 185મી વર્ષગાંઠના સમાપન સમારોહ દરમિયાન થયો હતો, જ્યાં જેમ્સનું પ્રદર્શન યોજાઈ રહ્યું હતું.

અહેવાલો અનુસાર, જેમ્સ રાત્રે 9:30 વાગ્યે સ્ટેજ પર આવવાનો હતો, પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ બહારના લોકોના એક જૂથે બળજબરીથી સ્થળ પર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓ અને આયોજકો દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે, ભીડ હિંસક બની ગઈ અને સ્ટેજ પર પથ્થરો અને ઇંટો ફેંકવાનું શરૂ કરી દીધું.


વિરોધ બાદ હુમલાખોરો પાછળ હટ્યા

વિરોધ બાદ હુમલાખોરો પાછળ હટ્યા

હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં મોટાભાગના ફરીદપુર જિલ્લા સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. હુમલાખોરોએ સ્ટેજ કબજે કરવાનો પણ પ્રયાસ કર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત કાર્યક્રમો સામે સૂત્રોચ્ચાર કર્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે જેમ્સને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવો પડ્યો.

વિદ્યાર્થીઓએ ટોળાનો વિરોધ કર્યો, જેના કારણે હુમલાખોરો પાછળ હટી ગયા. જોકે, રાત્રે લગભગ 10:00 વાગ્યે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન સમિતિના સંયોજક ડૉ. મુસ્તફિઝુર રહેમાન શમીમે સ્ટેજ પરથી જાહેરાત કરી કે જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશ પર જેમ્સનો કોન્સર્ટ રદ કરવામાં આવી રહ્યો છે.


કોન્સર્ટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ હુમલો થઇ ગયો

કોન્સર્ટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ હુમલો થઇ ગયો

કાર્યક્રમની પ્રચાર અને મીડિયા સબ-કમિટીના સંયોજક રાજીબુલ હસન ખાને જણાવ્યું હતું કે કોન્સર્ટ માટેની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ અચાનક થયેલા હુમલાથી પરિસ્થિતિ વણસી ગઈ. હુમલો કોણે અને કયા હેતુથી કર્યો તે હજુ સ્પષ્ટ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top