ટ્રમ્પનું તંત્ર પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’ બનાવવાની તૈયારીમાં! ભારતનો સમાવેશ થશે કે કેમ?

ટ્રમ્પનું તંત્ર પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’ બનાવવાની તૈયારીમાં! ભારતનો સમાવેશ થશે કે કેમ? જાણો

12/12/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પનું તંત્ર પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’ બનાવવાની તૈયારીમાં! ભારતનો સમાવેશ થશે કે કેમ?

અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે નિત-નવા કર્યો કરતાં રહેતા હોય છે. પોતાના દેશની સુપ્રિમસી માટે તેમણે અનેક દેશો સાથે સંબંધો બગડ્યા છે. ટ્રમ્પે કાર્યકાળ દરમિયાન યુક્રેન મામલે રશિયાને ટાર્ગેટ કર્યું હતું. જ્યારે તેમણે પ્રમુખ બન્યા બાદ ટેરિફ મામલે ચીન સાથે શાબ્દિક પ્રહારો શરુ કર્યા  હતા. એટલું જ નહીં તેમણે ભારત સાથે પણ રશિયા મામલે ટેરિફ વોર શરૂ કર્યો હતો. આ ઉપરાંત ટ્રમ્પના કારણે અમેરિકા-યુરોપ વચ્ચે છ દાયકા જૂના ગાઢ સંબંધોને પણ માઠી અસર થઈ છે. ત્યારે હવે આ તમામ વિવાદો વચ્ચે ટ્રમ્પ સુપર પાવર દેશોનું અલગ સંગઠન બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.


પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’

પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’

માહિતી અનુસાર, ટ્રમ્પનું તંત્ર પાંચ દેશોનું ‘નવું વર્લ્ડ ઑર્ડર’ બનાવાવની તૈયારી કરી રહ્યું છે. આ પાંચ દેશોમાં અમેરિકા, ભારત, રશિયા, ચીન અને જાપાનનો સમાવેશ થશે. અમેરિકા પોતાની નવીનતમ અને વ્યાપક વ્યૂહરચના હેઠળ ‘C5’ એટલે કે 'Core 5' નામનું ‘નવું વૈશ્વિક સંગઠન’ બનાવવાનો પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે આમાં યુરોપને સામેલ ન કરાયું હોવાની પણ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે.


વૈશ્વિક સંગઠન બનાવવાનો પ્રસ્તાવ

વૈશ્વિક સંગઠન બનાવવાનો પ્રસ્તાવ

માહિતી મુજબ, નવું સંગઠન G7ની જેમ દર વર્ષે સમિટ યોજશે. જી7 પશ્ચિમ દેશોનું સંગઠન છે, જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશો સામેલ છે. આ સંગઠન વૈશ્વિક આર્થિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નિયમિતપણે બેઠક યોજે છે. ત્યારે ટ્રમ્પ આવું જ પાંચ દેશોનું એક સંગઠન બનાવવા માંગે છે. જોકે હજુ સુધી આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top