ગુજરાતમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય સામ-સામે બાખડી પડ્યા! કર્યા ગંભીર આક્ષેપો, જાણો

ગુજરાતમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય સામ-સામે બાખડી પડ્યા! કર્યા ગંભીર આક્ષેપો, જાણો

12/12/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય સામ-સામે બાખડી પડ્યા! કર્યા ગંભીર આક્ષેપો, જાણો

ગુજરાતના નર્મદા જિલ્લામાં ભાજપના બે નેતાઓ એક-બીજા સામે બાખડી પડતા રાજકીય ગરમાવો ઊભો થયો છે. નર્મદા જિલ્લામાં ભાજપના નેતા એવા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ આમને સામને આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરે એક નનામા પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ બાબતે દર્શનાબેન દેશમુખે પણ વળતો જવાબ આપ્યો છે.


આરોપ-પ્રત્યારોપ

આરોપ-પ્રત્યારોપ

ધારાસભ્ય દર્શના દેશમુખે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે, મનસુખ વસાવા ભ્રષ્ટાચારની વાત કરે છે તે સાબિત કરે નહિ તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું થશે તો હું કોર્ટમાં પણ જઈશ. ઉપરાંત મનસુખ વસાવાની સામે ગુસ્સે થયેલા દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના હતા, પરંતું પ્રદેશમાંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા હોવાની વાત પણ સામે આવી છે.

દર્શના દેશમુખે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી, હું જયારે ધારાસભ્ય બની ત્યારથી જ મારા પર આક્ષેપ કરતા આવ્યા છે. મારા વિશે બેફામ વાણીવિલાસ કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે મારા વિશે આવો વાણી વિલાસ ન કરવો જોઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે કોઈ ટીપ્પણી કર્યા વિના એને કચરામાં નાંખી દઈએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, મનસુખ વસાવા બાબતે મેં પ્રદેશ સુધી રજુઆત કરી છે. તેમને મારા માટે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો યોગ્ય ફોરમમાં વાત કરવી જોઈએ. કેટલાય સમયથી હું મૌન હતી, પણ આવા વાણી વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે. હવે જો કાયમ મનસુખ વસાવા કંઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે.


બંને નેતા વચ્ચે પહેલા પણ વિવાદ

બંને નેતા વચ્ચે પહેલા પણ વિવાદ

ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નાંદોદના ભાજપ ધારાસભ્ય દર્શન દેશમુખને આ પહેલા પણ પ્રશ્ન પૂછતા ભાજપમાં આંતરિક ઝઘડો સામે આવ્યો હતો. મનસુખ વસાવાએ દર્શના દેશમુખ પર આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ચતર વસાવાને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો. નર્મદામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના બેફામ વાણી વિલાસ માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. વિપક્ષ ઉપરાંત પોતાના પક્ષ માટે પણ તેઓ બિન્દાસ બોલે છે. ત્યારે ભાજપના જ મહિલા ધારાસભ્યએ ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આક્ષેપો કર્યા છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top