Video: બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી, 44 લોકોના મોત; 279 લોકો ગુમ થયા

Video: બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી, 44 લોકોના મોત; 279 લોકો ગુમ થયા

11/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી, 44 લોકોના મોત; 279 લોકો ગુમ થયા

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવારે બપોરે ભીષણ આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં લગભગ 44 લોકોના મોત થયા અને ઘણા લોકો ઇજાગ્રસી થયા છે. તો 279 લોકો ગુમ છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે 9 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 4 અન્ય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા.


આગે કેવી રીતે ભયંકર સ્વરૂપ લીધું

આગે કેવી રીતે ભયંકર સ્વરૂપ લીધું

આગ ઝડપથી ફેલાઈ કારણ કે ઇમારતના બાહ્ય ભાગમાં નવીનીકરણ કાર્ય દરમિયાન વાંસના સ્કેફોલ્ડિંગ બનાવવામાં આવ્યા હતા. લાકડા અને વાંસના આ માળખાથી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ. ઘટનાસ્થળના વીડિયોમાં ઇમારતના ઉપરના સ્તરોમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા, જ્યારે અગ્નિશામકો સીડી અને ક્રેનનો ઉપયોગ કરીને લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘણા લોકો બારીઓમાંથી ચીસો પાડતા અને વિનંતી કરતા જોવા મળ્યા. તાઈ પો ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્ય લો હ્યુ-ફંગે સ્થાનિક ટીવીબીને જણાવ્યું હતું કે, આ ઇમારતમાં મોટાભાગના વૃદ્ધ લોકો રહે છે. ઘણા ચાલી શકતા નથી. આગ ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ, જેના કારણે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું.


ઇમારતમાંથી 700 લોકોને બહાર કાઢવામાં આવ્યા

ઇમારતમાંથી 700 લોકોને બહાર કાઢવામાં આવ્યા

આગ બપોરે 1:00 વાગ્યાની આસપાસ લાગી. ફાયર વિભાગે સાંજ સુધીમાં તેને કાબુમાં લેવા માટે ચેતવણી સ્તરને વર્ગ III સુધી વધાર્યું. સ્થાનિક સમય મુજબ રાત્રે 9:00 વાગ્યા સુધીમાં આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ. અકસ્માત બાદ આશરે 700 રહેવાસીઓને નજીકની શાળાઓ અને સમુદાય કેન્દ્રોમાં સ્થાપિત કામચલાઉ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. ઘણા પરિવારો પાસે હવે કપડાં કે દવા નથી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે નવીનીકરણ કાર્ય દરમિયાન વેલ્ડિંગ સ્પાર્કથી આગ લાગી હતી. હોંગકોંગમાં જૂની ઇમારતોની બહાર વાંસના સ્કેફોલ્ડિંગ સામાન્ય છે, પરંતુ સલામતીના ધોરણોને અવગણવાથી ઘણીવાર મોટા અકસ્માતો થાય છે.

હોંગકોંગના મુખ્ય પ્રધાન જોન લીએ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાયની ખાતરી આપી. તેમણે ઇમારતોનું નવીનીકરણ કરવા પણ વિનંતી કરી. તેમણે અગ્નિ સલામતીના ધોરણોની તાત્કાલિક સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો છે. તાજેતરના વર્ષોમાં હોંગકોંગમાં આ સૌથી ભયાનક રહેણાંક આગ માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top