જાણો કોમેડિયન કુણાલ કામરાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેમ મચી છે બબાલ
હાસ્ય કલાકાર કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. વિવાદનું કારણ બની છે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ, જેમાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મજાક ઉડાવતી ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે, તેના પર ભાજપ તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે, જેણે પોલીસ કાર્યવાહીની ચેતવણી આપી છે.
કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં કેપ્શન લખ્યું છે, ‘કોઈ કોમેડી ક્લબમાં લેવામાં આવ્યો નથી.’ જોકે, તેમના ટી-શર્ટ પર લખેલા લખાણમાં ‘R’ અક્ષર પૂરી રીતે દેખાતો નથી. તેના પર એક પ્રાણી (કૂતરો)ની તસવીર છે. બાકીના બે અક્ષરો ‘SS’ સ્પષ્ટપણે દેખાય છે. કુણાલ કામરાની પોસ્ટ પર ભાજપ તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે પોલીસ ઓનલાઈન વાંધાજનક સામગ્રી પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના સાથી શિવસેના (શિંદે જૂથ) ના નેતા અને મંત્રી સંજય શિરસાતે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે શાસક મહાયુતિએ હાસ્ય કલાકાર કુણાલ કામરાની વિવાદાસ્પદ પોસ્ટ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. શિરસાતે કહ્યું, કામરાએ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું અને હવે તેમણે RSS પર સીધો હુમલો કરવાની હિંમત કરી છે. ભાજપે આનો જવાબ આપવાની જરૂર છે. અમે (શિવસેના) આનો જવાબ આપ્યો (શિંદે પર કામરાની ટિપ્પણી) હતો.
માર્ચની શરૂઆતમાં કુણાલ કામરા તેના શૉ ‘નયા ભારત’માં શિવસેનાના વડા એકનાથ શિંદેની મજાક ઉડાવવા બદલ વિવાદમાં ફસાયો હતો. તેણે શિંદેની રાજકીય કારકિર્દીની મજાક ઉડાવવા માટે એક લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતના શબ્દો બદલી નાખ્યા હતા. શિંદે જૂથના શિવસૈનિકોએ આ અંગે હિંસક પ્રતિક્રિયા આપી હતી.
જે હેબિટેટ કોમેડી ક્લબમાં આ વીડિયો શૂટ થયો હતો, ત્યાં તેમણે તોડફોડ કરી હતી. કેટલાક લોકોએ આ મામલે કુણાલ કામરાને આ મામલે ટેકો આપ્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેમના વીડિયોને વાંધાજનક ગણાવ્યો હતો અને શિવસૈનિકોની હિંસાને પ્રતિક્રિયા પ્રતિભાવ ગણાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp