ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી લીધી આત્મહત્યા; ભૂતપૂર્વ મંગેતરે લગાવ્યો હતો આ આરોપ

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી લીધી આત્મહત્યા; ભૂતપૂર્વ મંગેતરે લગાવ્યો હતો આ આરોપ

11/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ કરી લીધી આત્મહત્યા; ભૂતપૂર્વ મંગેતરે લગાવ્યો હતો આ આરોપ

ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. જીતે તેના રાજકોટના ઘરે ફાંસી લગાવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. થોડા મહિના અગાઉ જીત પાબારીની ભૂતપૂર્વ મંગેતરે તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની વિગતો આપતા ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે જીત પાબારી હરિહર સોસાયટીમાં રહેતો હતો. તેની આત્મહત્યાના સમાચાર સવારે 9:00 વાગ્યાની આસપાસ મળ્યા હતા. તેણે તેના બેડરૂમમાં નાયલોનની દોરીથી ફાંસી લગાવી લીધી હતી. આ વાતની જાણ થતા જ તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


છોકરીએ ફરિયાદ નોંધાવી

છોકરીએ ફરિયાદ નોંધાવી

ACPએ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ અગાઉ એક મહિલાએ જીત પાબારી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે જીતે લગ્નના બહાને તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને બાદમાં સગાઈ તોડી નાખી હતી. જોકે, જીત આ કેસમાં આગોતરા જામીન પર પોલીસ સમક્ષ હાજર થયો હતો. તપાસ ચાલુ છે.


ફરિયાદમાં શું કહેવામાં આવ્યું હતું

ફરિયાદમાં શું કહેવામાં આવ્યું હતું

ફરિયાદમાં નોંધાયેલી વિગત પ્રમાણે, લગ્નની લાલચ આપી જીત પાબરીએ યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી સાથે જીત પાબારીએ સગાઈ પણ કરી હતી. જોકે બાદમાં જીત પાબારીએ યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. સમગ્ર મામલે 29 વર્ષીય પૂર્વ મંગેતર દ્વારા પોલીસ કમિશનર રાજકોટને સંબોધિત અરજી લખવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2014માં જીત પાબારીએ ફેસબૂકથી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ત્યારબાદ બંને મિત્રો બન્યા હતા. જીત દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે, મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યારબાદ 8 ઓક્ટોબર 2021 ના રોજ બંને પરિવારના સભ્યોની સહમતિથી ગોળ ધાણાની વિધિ કરવામાં આવી હતી. તેમજ 27 જાન્યુઆરી 2022 ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ બંનેની સગાઈ પણ કરવામાં આવી હતી. સગાઈ થઈ ગયા બાદ જીતે કહ્યું હતું કે, હવે આપણે બંને લગ્ન કરવાના છીએ જેથી આપણે બહાર ફરવા જઇએ. જેથી હું તેમના પરિવારજનો સાથે કૌટુંબિક ફંક્શન માટે દુબઈ ગઈ હતી.

દુબઈથી પરત આવ્યા બાદ અમે બંને અવારનવાર બહાર ફરવા જતા હતા. સગાઈ વખતે પણ જીત દ્વારા બળજબરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે મહેમાનો તેમજ ઘણા બધા લોકો હાજર હોવાના કારણે મેં પ્રતિકાર કરતાં તેણે કંઈક કર્યું નહોતું. દિવાળીના સમયે હું જ્યારે જીતના ઘરે ગઈ હતી ત્યારે તેણે તેના રૂમમાં બોલાવી મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. સતત બીજા દિવસે પણ જીતે બળાત્કાર કર્યો હતો. જીતે મને કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવાનો જ છું. જેથી આ બધું ચાલ્યા રાખે તેમ કહી તેણે પોતાના મોબાઈલ ફોનમાં મારી સાથે કરેલ બળાત્કારનો વીડિયો તેમજ ફોટોગ્રાફ્સ બતાવેલ હતા. તેમજ મને કહ્યું હતું કે, જો તું આ વાત કોઈને કહેતી નહીં નહિતર વીડિયો અને ફોટોગ્રાફ્સ વાયરલ કરી દઈશ જેથી હું તેની ધમકીથી ડરી ગઈ હતી.

ક્રિકેટર પૂજારાએ 2013માં પૂજા પાબારી સાથે લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, જીત પૂજાનો એકમાત્ર ભાઈ છે. પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top