જામીન અરજીની સુનાવણી દરમિયાન આર્યન ખાને NCB પર લગાવ્યા આરોપ!! કહ્યું કે...

જામીન અરજીની સુનાવણી દરમિયાન આર્યન ખાને NCB પર લગાવ્યા આરોપ!! કહ્યું કે...

10/23/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

જામીન અરજીની સુનાવણી દરમિયાન આર્યન ખાને NCB પર લગાવ્યા આરોપ!! કહ્યું કે...

3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં(Drugs case) ધરપકડ કરાયેલા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને(Aaryan khan) જામીન અરજીની સુનવણી માટે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુનવણી વખતે આર્યન ખાનને કોર્ટના વકીલો દ્વારા ડ્રગ્સ પાર્ટીને લગતા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. ત્યારે જવાબ આપતા આર્યન ખાને કહ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સ જપ્તીમાં ફસાવવા માટે વોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. હાલમાં આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં છે અને તેની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે. જે બાદ તેના વકીલો બોમ્બે હાઈકોર્ટમાં ગયા છે. આ મામલે 26 ઓક્ટોબરે સુનાવણી થવાની છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અત્યાર સુધીમાં આ કેસમાં 20 જેટલા લોકોની ધરપકડ કરી છે.


આર્યનની જામીન અરજીમાં કરાયેલી દલીલો :

આર્યનની જામીન અરજીમાં કરાયેલી દલીલો :

  • આર્યને જણાવ્યું કે, જહાજ પર દરોડા પાડ્યા પછી, NCBને મારી પાસે કોઈપણ પ્રકારની દવાઓ મળી ન હતી.
  • અરબાઝ મર્ચન્ટ અને અચિત કુમાર સિવાય અન્ય બીજા કોઇ પણ આરોપીઓ સાથે મારો કોઇ સંબંધ નથી.
  • NCB જે વોટ્સએપ ચેટ્સનો ઉલ્લેખ કરી રહી છે તેને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. તે ચેટ્સ ઘણા સમય પહેલાની છે.
  • આ કથિત ચેટ્સને કોઈ ષડયંત્ર સાથે જોડી શકાય નહીં જેના માટે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી.
  • તપાસ અધિકારી દ્વારા વોટ્સએપ ચેટનું અર્થઘટન સંપૂર્ણપણે ખોટું છે.


સેશન્સ કોર્ટના નિર્ણય પર ઉઠ્યા પ્રશ્નો :

આર્યન ખાને સેશન્સ કોર્ટના જામીન ન આપવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે આર્યન પ્રભાવશાળી છે, તેથી કસ્ટડીમાંથી છૂટ્યા બાદ તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. આ અંગે આર્યને કહ્યું છે કે 'એવું નથી કે કોઈ વ્યક્તિ પ્રભાવશાળી હોય, તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.'

કોર્ટે આર્યનને કાવતરાનો ભાગ ગણાવ્યો :

આર્યન ખાનની એનસીબી દ્વારા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સાથે 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. હાલ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આર્યન ખાન અને વેપારી અરબાઝ મર્ચન્ટ મુંબઈની આર્થર રોડ જેલમાં છે, જ્યારે ધામેચા ભાયખલા મહિલા જેલમાં છે. આર્યનને સ્પેશિયલ કોર્ટે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) સાથે જોડાયેલા કેસોની સુનાવણી માટે જામીન નામંજૂર કર્યા હતા અને કહ્યું હતું કે તે ષડયંત્રનો એક ભાગ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top