‘બાળકોને બળજબરીપૂર્વક સાંતા બનાવ્યા તો ખેર નહીં’, આ જિલ્લામાં શિક્ષણ વિભાગે શાળાઓને આપી ચેતવણી
ભારત સહિત વિશ્વભરના વિવિધ દેશોમાં 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરવામાં આવશે. દરેક જગ્યાએ મોટા પાયે તૈયારીઓ જોવા મળી રહી છે. જોકે, રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે ચેતવણી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થીઓને સાન્તા ક્લોઝ બનવા માટે મજબૂર કરવામાં આવશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. ચાલો જાણીએ કે શિક્ષણ વિભાગે તેના આદેશમાં શું કહ્યું છે.
રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓને નાતાલની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને સાન્તા ક્લોઝ જેવા કપડાં પહેરા મજબૂર કરવા વિરુદ્ધ ચેતવણી આપી આપી છે. શિક્ષણ વિભાગના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો કોઈ શાળા વિદ્યાર્થીઓ પર દબાણ કરતી જોવા મળશે, તો નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’
શાળાઓને ચેતવણી આપતો આ આદેશ શ્રી ગંગાનગરના અધિક જિલ્લા શિક્ષણ અધિકારી અશોક વાધવા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે જો આ (બાળકોને સાંતા બનવા માટે દબાણ કરવું) અંગે કોઈ ફરિયાદ નોંધાશે તો કાર્યવાહી કરવામાં આવશે. વાધવાએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે ‘શાળાઓએ આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ પર બિનજરૂરી દબાણ ન કરવું જોઈએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp