શું પ્રિયંકા ગાંધી વડાપ્રધાન બની શકે છે? રોબર્ટ વાડ્રાએ આપ્યો ચોંકાવનારો જવાબ, ભાજપ રાહુલ ગાંધીને કરી રહી છે ટ્રોલ
કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવાની માંગ કરી હતી. રોબર્ટ વાડ્રાએ પણ તેમના નિવેદનને ટેકો આપ્યો છે. પત્ની પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે પ્રિયંકાનું રાજકીય ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે અને ઘણા લોકો તેમને ભવિષ્યમાં દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ફક્ત સમયની વાત છે અને આવું થઇને રહેશે.
સમાચાર એજન્સી PTI સાથે વાતચીતમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધી જમીની સ્તરના મુદ્દાઓને સારી રીતે સમજે છે અને લોકોના મંતવ્યો સાથે લઇને ચાલવામાં વિશ્વાસ રાખે છે. પ્રિયંકા દેશમાં જે પ્રકારના પરિવર્તનની જરૂર છે, તેને સમજે છે. તેઓ ફક્ત પોતાની વાત નથી રાખતા, પરંતુ લોકોની વાત પણ સાંભળે છે. જ્યારે સમય આવશે, ત્યારે તે ચોક્કસપણે થશે.
વાડ્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીને તેમના પરિવાર તરફથી રાજકારણની ઊંડી સમજ મળી છે. પ્રિયંકાએ તેમના દાદી ઇન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી, માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી પાસેથી ઘણું શીખ્યું છે. લોકો તેમને પસંદ કરે છે કારણ કે તેઓ દિલથી બોલે છે અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલીને વાત રાખે બોલે છે.
કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદની ટિપ્પણી બાદ રોબર્ટ વાડ્રાનું નિવેદન આવ્યું છે. મસૂદે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી તેમના દાદી ઇન્દિરા ગાંધીની જેમ મજબૂત વડાપ્રધાન બની શકે છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સાથે સંકળાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી આવા કિસ્સાઓમાં કડક નિર્ણય લેશે.
બીજી તરફ, ભાજપે બર્લિનમાં આપેલા રાહુલ ગાંધીના નિવેદનો પર કોંગ્રેસ પર હુમલો કર્યો છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતની છબી ખરાબ કરે છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, ટજનતા હવે રાહુલ ગાંધી પર વિશ્વાસ કરતી નથી. INDIA ગઠબંધનના સાથીઓ, કોંગ્રેસના નેતા અને અહી સુધી કે પરિવારના સભ્યો પણ તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે. ભાજપના મતે આ જ કારણ છે કે રાહુલ ગાંધી પરેશાન છે અને વિદેશમાં આવા નિવેદનો આપી રહ્યા છે.
”इमरान मसूद को राहुल गांधी पर भरोसा नहीं है” -शहजाद पूनावाला pic.twitter.com/pkaq8SNNFC — ITM MEDIA 24 (@itmmedia24) December 24, 2025
”इमरान मसूद को राहुल गांधी पर भरोसा नहीं है” -शहजाद पूनावाला pic.twitter.com/pkaq8SNNFC
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp