'ધુરંધર'માં ચમકેલા અક્ષયખન્નાને ૨૭ વર્ષ મોટી આ અભિનેત્રી સાથે જવું હતું ડેટ પર! જાણો ચોંકાવનારું કારણ
માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની બેટ અત્યારથી જ આખી દુનિયામાં ડંકો વગાડી રહી છે. IPL 2025માં સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ આ યુવા ખેલાડી હવે અંડર-19 ક્રિકેટમાં ધમાલ મચાવી છે. ભારતીય U-19 ટીમ હાલ દુબઈમાં ચાલી રહેલા અંડર-19 એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ભારતની પ્રથમ મેચ યુએઈ સામે હતી, જેને ટીમ ઇન્ડિયાએ 234 રનના વિશાળ માર્જિનથી જીતી લીધી હતી. ભારતની આ જીતમાં વૈભવ સૂર્યવંશીએ 171 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને મહત્વની ભૂમિકા ભજવી છે.
અભિનેતાએ એક ચર્ચિત ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમને આજ સુધી એવી કોઈ છોકરી મળી નથી જે તેમના દિલને સ્પર્શી શકે. જો કે સંબંધો અને પ્રેમને લઈને તેમની વિચારસરણી હંમેશાથી અલગ રહી છે. અક્ષય ખન્ના લિવ-ઇન રિલેશનશિપને સમર્થન આપે છે અને લગ્નના બંધનમાં બંધાવામાં વિશ્વાસ નથી રાખતા. તેમનું માનવું છે કે કોઈ પણ સંબંધ માટે કાગળિયાંની નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસની જરૂર હોય છે. તેમને લગ્નનો કન્સેપ્ટ જ પસંદ નથી.
આ ઉપરાંત એક્ટરે એ પણ ખુલાસો કર્યો હતો કે, તેમને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી જે. જયલલિતા ખૂબ જ પસંદ હતા. તેઓ જયલલિતા સાથે ડેટ પર જવા માંગતા હતા. તેમના મુજબ, જયલલિતાની રહસ્યમય પર્સનાલિટી તેમને આકર્ષતી હતી. અક્ષય ખન્નાએ કહ્યું હતું કે, "જયલલિતાના ચહેરા પર એવા રહસ્યો છુપાયેલા હતા જે મને હંમેશા આકર્ષિત કરતા હતા. તેમના આ ખુલાસાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેમકે, જયલલિતા તેમનાથી 27 વર્ષ મોટા હતા, પરંતુ તેમને આનાથી કોઈ ફરક પડતો નહોતો.
આ ઉપરાંત અક્ષય ખન્નાના જીવનનો એક અન્ય રસપ્રદ કિસ્સો બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ જોડાયેલો છે. માહિતી અનુસાર, કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરને અક્ષય ખન્ના ખૂબ જ પસંદ હતા. રણધીર કપૂર પોતે જ પોતાની મોટી દીકરી કરિશ્મા કપૂરનો સંબંધ લઈને વિનોદ ખન્નાના ઘરે ગયા હતા. પરંતુ કરિશ્માની માતા બબીતા કપૂર આ સંબંધની તરફેણમાં નહોતા. તેથી આ સંબંધ આગળ વધી શક્યો નહીં. પોતાના અભિનયથી આલોચકોને ચોંકાવનાર અક્ષય ખન્નાનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે લુક્સનું દબાણ ઘણું વધારે છે. પરંતુ તેમણે હંમેશા પોતાની એક્ટિંગથી ટીકાકારોને ચૂપ કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp