સુરત એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો

સુરત એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો

12/13/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજેન્સ યુનિટ (AIU) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલીજેન્સ (DRI)ના અધિકારીઓએ દ્વારા બેંકોકથી આવતા મુસાફર પાસેથી ડાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.


બાતમીના આધારે ગાંજો પકડાયો

બાતમીના આધારે ગાંજો પકડાયો

DRIની ટીમને બાતમી મળી હતી કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-263માં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રીડ ગાંજો છે. તેને અટકાવીને DRIની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યૂમ-પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ્સ મળ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. FSLની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ (હાઇબ્રીડ ગાંજો) હોવાની પુષ્ટિ થઈ હતી. પ્રતિબંધિત ગાંજો લઇને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

ગુરુવારે એર ઈન્ડિયા એકસપ્રેસમાં ફ્લાઇટથી આવેલો મુસાફર આદિલનવાજ શેખ (રહે. ભરુચ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને શુક્રવારે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારથી તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. DRIને મળેલી સચોટ માહિતીના આધારે અધિકારીઓએ શેખના સામાનની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. પ્રદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (RFSL) દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરિક્ષાન્મ આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી.


ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો આરોપી

ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો આરોપી

આરોપી શેખે કહ્યું હતું કે, તે કેરિયર તરીકે કામ કરતો હતો, જ્યારે પ્રતિબંધિત વસ્તુ તેને બેંકોકમાં એક વ્યક્તિએ આપી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે, અહી ગાંજો કોને મળવાનો હતો તેની તપાસ DRI સુરત હજી કરી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગતા અને સધન ચકાસણીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 300 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. એજન્સીઓની ધોંસના પગલે હવે પેડલરોએ એરપોર્ટ બદલ્યું હોય તેમ લાગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top