Video: શાહબાજ શરિફની ઇન્ટરનેશનલ બેઇજ્જતી! પુતિને પાકિસ્તાની PMને 40 મિનિટ રાહ જોવડાવી પણ ભાવ જ

Video: શાહબાજ શરિફની ઇન્ટરનેશનલ બેઇજ્જતી! પુતિને પાકિસ્તાની PMને 40 મિનિટ રાહ જોવડાવી પણ ભાવ જ ન આપ્યો, ગુસ્સામાં શાહબાઝ એર્દોગનની બેઠકમાં ઘૂસી ગયા

12/13/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: શાહબાજ શરિફની ઇન્ટરનેશનલ બેઇજ્જતી! પુતિને પાકિસ્તાની PMને 40 મિનિટ રાહ જોવડાવી પણ ભાવ જ

તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમાં ‘ઇન્ટરનેશનલ ફોરમ ફોર પીસ એન્ડ ટ્રસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સહિત અનેક દેશોના નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. જોકે આ બેઠકમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફનું ભારે અપમાન થવાના સમાચાર મળી રહ્યા છે. RT ઇન્ડિયા અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાહબાઝ શરીફને 40 મિનિટ રાહ જોવડાવ્યા. એવું પણ જાણવા મળ્યું છે કે રાહ જોયા બાદ, શાહબાઝ શરીફ, બિનઆમંત્રિત તે રૂમમાં ઘૂસી ગયા જ્યાં પુતિન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે બેઠક કરી રહ્યા હતા.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

RT ઇન્ડિયાએ તેના સંવાદદાતાના સંદર્ભે સત્તાવાર એક્સ હેન્ડલ પર જણાવ્યુ હતું કે પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 40 મિનિટથી વધુ રાહ જોઈ. તેઓ તેમની ખુરશી પર બેઠા રહ્યા, પરંતુ પુતિને ભાવ જ ન આપ્યો. પુતિનની રાહ જોતાં જોતાં કંટાળેલા શાહબાઝ શરીફ તે રૂમમાં ઘૂસી ગયા જ્યાં વ્લાદિમીર પુતિન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે બેઠક કરી રહ્યા હતા. જો કે, બાદમાં RT ઈન્ડિયાએ વીડિયો ડિલીટ કરી દીધો હતો, ત્યાં સુધી આ વીડિયો વાયરલ થઈ ચૂક્યો હતો.


શાહબાઝ ખુરશી પર રાહ જોતા રહ્યા

શાહબાઝ ખુરશી પર રાહ જોતા રહ્યા

તુર્કમેનિસ્તાનથી મળેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે શાહબાઝ શરીફ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક માટે બે ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. જોકે, શાહબાઝ શરીફ ખુરશી પર બેઠા જોવા મળ્યા હતા, પરંતુ પુતિન દેખાયા જ નહીં. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર અને અન્ય અધિકારીઓ શાહબાઝ સાથે હાજર હતા. રાહ જોતી વખતે શાહબાઝ ખૂબ થાકેલા અને હતાશ દેખાતા હતા.

સામે આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પુતિન અને એર્દોગન વચ્ચેની બેઠક ખંડમાંથી આમંત્રણ વિના ઘૂસ્યા બાદ લગભગ 10 મિનિટમાં જ બહાર નીકળી આવ્યા. જ્યારે શાહબાઝ બહાર આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ પુતિન અને એર્દોગન હજુ પણ તેમની વાતચીતમાં વ્યસ્ત હતા. એર્દોગન સાથે મુલાકાત બાદ, પુતિન ખૂબ ખુશ અને હસતા બહાર નીકળ્યા.

આ અગાઉ વિદેશમાં લંડનમાં પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસીન નકવી કાર ચેક કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે નકવી બ્રિટિશ વિદેશ કાર્યાલયમાં પ્રવેશ કરી રહ્યા હતા. કાર્યાલયની બહાર પોલીસે તેમની કારનો હૂડ અને ટ્રંક ખોલીને તેની તપાસ કરી હતી. ઘટના દરમિયાન નકવી કારમાં જ બેઠા રહ્યા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ જ પાકિસ્તાની નેતાઓની વિદેશમાં ઇજ્જત છે. પોલીસે લગભગ 2 મિનિટ સુધી નકવીની કારને દરેક એંગલથી તપાસી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top