પાકિસ્તાનના ધ્વજમાં એક સ્ટારનો અર્થ શું થાય છે? વાયરલ વીડિયો જોઈને તમે પણ પોતાની જાતને હસતાં નહ

પાકિસ્તાનના ધ્વજમાં એક સ્ટારનો અર્થ શું થાય છે? વાયરલ વીડિયો જોઈને તમે પણ પોતાની જાતને હસતાં નહીં રોકી શકો

12/13/2025 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના ધ્વજમાં એક સ્ટારનો અર્થ શું થાય છે? વાયરલ વીડિયો જોઈને તમે પણ પોતાની જાતને હસતાં નહ

ઘણીવાર, સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે આપણને કંઈક અણધાર્યું જોવા મળી જાય છે અને તે એક વીડિયો જોયા બાદ આપણે હસ્યા વગર રહી શકતા નથી. તમે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા જ હશો, તો તમારા ફીડમાં દરરોજ આવા રમુજી વીડિયોઝ આવતા હશે, કારણ કે તે બધા ખૂબ વાયરલ થાય છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને તેને જોયા બાદ તમે પોતાની જાતને હસતા નહીં રોકી શકો. ચાલો આપણે વીડિયો વિશે જાણીએ.


વાયરલ વીડિયોમાં શું જોવા મળે છે?

વાયરલ વીડિયોમાં શું જોવા મળે છે?

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરી કહે છે કે તેના ફીડ પર એક રીલ આવી. તે રીલમાં એક શખ્સ કહે છે કે પાકિસ્તાની ધ્વજ જે એક સ્ટાર છે, તે કોઈએ પાકિસ્તાનને રિવ્યૂ આપ્યું છે અને તે વ્યક્તિ પાકિસ્તાનનો હતો. પછી વીડિયોમાં તે છોકરો દેખાય છે જેણે આ વાત કહી હતી. તે કહે છે, 'મને લાગે છે કે પાકિસ્તાની ધ્વજ પ જે સ્ટાર છે તે કોઈએ પાકિસ્તાનને રિવ્યૂ આપ્યું છે.'


યુઝર બોલ્યા- પાકિસ્તાન એક પણ સ્ટારને લાયક નથી

યુઝર બોલ્યા- પાકિસ્તાન એક પણ સ્ટારને લાયક નથી

આ વીડિયો X પ્લેટફોર્મ પર @HasnaZaruriHai નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા જીવનની અડધી ઉંમર વીતી ગયા બાદ મને પાકિસ્તાનના ધ્વજ પરના સ્ટારનો અર્થ સમજાયો.' અત્યાર ત્યાં સુધી આ વીડિયો 8,000 થી વધુ લોકોએ જોયો છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે ટિપ્પણી કરી, "તેને એક સ્ટાર મળી ગયો, બસ; તે એક પણ સ્ટારને લાયક નથી.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'અને ચંદ્રનો કટોરો આપવામાં આવ્યો છે તે આખી દુનિયામાં ભીખ માંગવા માટે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top