એક કહેવત છે કે નસીબમાં જે લખ્યું હોય તે તેને મળે છે. આવું જ કંઈક એક મહિલા સાથે પણ થયું. જે કાગળના ટુકડાને મહિલા નકામી ગણીને ડસ્ટબિનમાં ફેંકવા જતી હતી, તે જ કાગળના ટુકડાએ મહિલાને કરોડપતિ બનાવી દીધી. એક જ ઝાટકે મહિલા લગભગ 8 કરોડ રૂપિયાની માલિક બની ગઈ. આવો જાણીએ કેવી રીતે...
આ મહિલા અમેરિકાના મિઝોરીની રહેવાસી છે. તેણે મિઝોરી લોટરીની ટિકિટ ખરીદી હતી. ટિકિટની કિંમત લગભગ 4,000 રૂપિયા હતી. પરંતુ ટિકિટ ખરીદ્યા બાદ તેણે તેની તપાસ કરી ન હતી. ટિકિટ તેની કારમાં બે દિવસ રહી. દરમિયાન, લોટરીના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મહિલાએ હજુ પણ તેની ટિકિટ ચેક કરી ન હતી. જો કે એક દિવસ તે પેટ્રોલ પંપ પર ઉભી હતી ત્યારે તેનું મન ભટક્યું. તેણે કારમાંથી લોટરીની ટિકિટ કાઢીને ડસ્ટબિનમાં ફેંકી દીધી.
જો કે મહિલાએ તેને ફેંકતા પહેલા તપાસવાનું શરૂ કર્યું. પરંતુ જેવી તેણે ટિકિટ સ્કેન કરી કે તરત જ તે ચોંકી ગઈ. કારણ કે મહિલાની લોટરી લાગી હતી. તે પણ સમગ્ર 7 કરોડ 95 લાખ રૂપિયાની. તેણે મિઝોરી લોટરીનું બીજું ઇનામ જીત્યું હતું. જ્યારે તેણે ખાતરી કરવા માટે લોટરી ઓફિસમાં ફોન કર્યો ત્યારે તેની ખુશી બમણી થઈ ગઈ. કારણ કે લોટરી ઓફિસે મહિલાના ઇનામ જીતવા પર મહોર મારી હતી.
વિજેતા મહિલાએ ગયા અઠવાડિયે કહ્યું, હું મારી ટિકિટ અન્ય કાગળો સાથે ફેંકી દેવાની હતી. જીતવાની અપેક્ષા નહોતી. પરંતુ ટિકિટ ચેક કરવા માટે અચાનક પેટ્રોલ પંપ પર રોકાઈ ગઇ હતી. ફક્ત ખાતરી કરવા માટે કે કોઈ નસીબદાર ટિકિટ ફેંકાઇ ન જાય. અને જ્યારે મેં ટિકિટ સ્કેન કરી તો જાણવા મળ્યું કે મેં 1 મિલિયન ડોલરની લોટરી જીતી છે.
મહિલાએ વધુમાં કહ્યું કે તે માની નથી શકતી કે આ બધું ખરેખર થઈ રહ્યું છે. ટિકિટ એક નહીં પણ બે વાર સ્કેન કરી. બાદમાં જ્યારે લોટરી ઓફિસના લોકોએ જણાવ્યું ત્યારે પૂરો વિશ્વાસ બેસ્યો હતો.