સોશિયલ મીડિયા X પર એઆઈના 'remove this' ટ્રેન્ડ સામે આ મહિલા નેતાએ ઉઠાવ્યા સવાલ! મહિલાઓની પ્રાઈવસીનું હનન! જાણો
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જે સમયની સાથે દરેક ક્ષેત્રમાં પોતાનો પગ પેસારો કરી રહ્યું છે. એઆઈની મદદથી ઘણા કામો સરળ થઇ રહ્યા છે. પરંતુ તેની સાથે તેના નુકસાનો પણ ઝડપથી સામે આવી રહ્યા છે. જે માનવ સમાજ માટે ખતરારૂપ છે. તાજેતરમાં જ એઆઈના આ નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થઇ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હાલમાં એઆઈના સંદર્ભમાં remove this ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે આ અંગે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે, આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરી રહ્યું છે.
શિવસેના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ માંગ કરી છે કે, Grokએ આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા ખૂબ જરૂરી છે. હાલ એઆઇના આ ફીચર્સનો દુરુપયોગ કરતાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. અને આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી રહ્યું. જે સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટા ખતરા સમાન છે. જે લોકોની પ્રાઇવસી સામે મોટું જોખમ છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈ પણ પોસ્ટની નીચે કોમેન્ટમાં વ્યક્તિ ગ્રોકને ટેગ કરી આદેશ આપી શકે છે. જે અનુરૂપ હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, જેમાં યુઝર્સ ગ્રોકને ટેગ કરી જે કહે તે ગ્રોક કરી બતાવે છે. અને તેમાં હાલ remove this ટ્રેન્ડ ખૂબ ચર્ચાય રહ્યો છે જેનો ઉપયોગ ખાસ મહિલાઓ માટે ખરાબ રીતે થઈ રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp