ગુજરાતના સૌથી મોટા ૧૫૦૦ કરોડના જમીની કૌભાંડમાં આખરે આ કાર્યવાહી થઈ! સામે આવ્યા આ પુરાવાઓ! જાણો

ગુજરાતના સૌથી મોટા ૧૫૦૦ કરોડના જમીની કૌભાંડમાં આખરે આ કાર્યવાહી થઈ! સામે આવ્યા આ પુરાવાઓ! જાણો વિગતે

01/02/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના સૌથી મોટા ૧૫૦૦ કરોડના જમીની કૌભાંડમાં આખરે આ કાર્યવાહી થઈ! સામે આવ્યા આ પુરાવાઓ! જાણો

છેલ્લા કેટલાય સમયથી ચર્ચાય રહેલા કલેક્ટર રાજેન્દ્ર પટેલના જમીની કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસાઓ બાદ તપાસનો ધમધમાટ શરૂ છે. ત્યારે હવે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED  દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે. ઉપરાંત, તેમને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાંડની માગ કરવામાં આવશે.


સત્તાનો દુરુપયોગ કરી આચર્યું કરોડોનું કૌભાંડ

સત્તાનો દુરુપયોગ કરી આચર્યું કરોડોનું કૌભાંડ

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને બિનખેતી કરાવવાના મોટા પાયે ચાલેલા કૌભાંડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જ્યાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતી દેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વહેલી સવારથી જ EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓ સામે પણ સકંજો કસાયો છે. આ કેસમાં અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુના નોંધાયા હતા. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.


આ પુરાવા સાથે આ નામો આવ્યા સામે

આ પુરાવા સાથે આ નામો આવ્યા સામે

EDની તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી તેમના બેડરૂમમાં છુપાવેલી રૂ. 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. અહેવાલો મુજબ ચંદ્રસિંહ મોરીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે, આ રકમ જમીનના હેતુફેર (CLU / NA) માટે અરજદારો પાસેથી સીધી કે વચેટિયાઓ મારફતે લેવામાં આવેલી લાંચની રકમ છે. EDને મળેલા દસ્તાવેજો અને નિવેદનો અનુસાર, જમીન NA કરાવવા માટે સ્ક્વેર મીટર દીઠ રૂ.10ના દરે લાંચ લેવામાં આવતી હતી. કુલ મળીને અંદાજે 1 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે.

તપાસ દરમિયાન EDને એક મહત્વની પ્રિન્ટેડ શીટ મળી છે, જેમાં ઓનલાઇન અરજી નંબર, જમીનની વિગતો, સર્વે નંબર, અરજીનો પ્રકાર તેમજ દરેક અરજદાર પાસેથી લેવામાં આવેલી લાંચની નોંધ હતી. આ શીટ મુજબ 2.61 લાખ સ્ક્વેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખથી વધુની લાંચ લેવામાં આવી હતી. શીટના નીચેના ભાગે પેનથી અલગ-અલગ વ્યક્તિઓને આપવાની રકમની નોંધ પણ મળી આવી છે. તપાસ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી 100થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી છે. આ મામલે કૌભાંડની ગંધ આવતા અને તપાસ શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરથી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જોકે, EDએ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના પાસાઓની તપાસ ચાલુ રાખી હતી, જેનો અંત આજે ધરપકડમાં પરિણમ્યો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top