આ રાજ્યમાં બની માનવતાને શર્મસાર કરતી ઘટના! મહિલા કોન્સ્ટેબલ હાથ જોડી કરગરતી રહી પણ ભીડએ ...,જાણો
છત્તીસગઢના રાયગઢમાંથી માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાયગઢ જિલ્લામાં ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ફરજ પરના એક મહિલા કોન્સ્ટેબલ સાથે અત્યંત અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વિચલિત કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં બે પુરુષોની ધરપકડ કરી છે.
માહિતી મુજબ, આ ઘટના 27 ડિસેમ્બર, 2025ના રોજ તમનાર બ્લોકમાં બની હતી. જ્યારે કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ 14 ગામોના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ એક ખેતરમાં ભીડ વચ્ચે એકલી છે અને બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા હતા. તેના હાથ જોડીને કરગરી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે, "ભાઈ, કપડાં ન ફાડો, મેં કોઈને માર્યા નથી, મને જવા દો." એક આરોપીએ ચપ્પલ બતાવીને તેને ધમકાવી હતી, જ્યારે બીજો આ આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો.
માહિતી પ્રમાણે, સ્થાનિક ગ્રામજનો જિંદાલ પાવર લિમિટેડને ફાળવવામાં આવેલા ગારે પેલમા સેક્ટર-I કોલ બ્લોકનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોને ડર છે કે, ખાણકામથી તેમની આજીવિકા છીનવાઈ જશે અને તેમને વિસ્થાપિત થવું પડશે. ગત સપ્તાહે જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ભીડે પોલીસની બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો સળગાવી દીધા હતા.
महिला पुलिसकर्मी के कपड़े फाड़े जा रहे हैं.. महिला फटे कपड़ों से अपने अंगों को छिपाते हुए भीड़ के सामने गिड़गिड़ा रही है.. लेकिन क्रूर भीड़ की बदसलूकी बढ़ती जा रही है.. वीडियो छत्तीसगढ़ के रायगढ़ का है.. पुलिस-ग्रामीणों में झड़प का शर्मनाक वीडियो.. pic.twitter.com/ISO7mbOF3L — Shweta Rai (Vistaar News) (@Shwetaraiii) January 2, 2026
महिला पुलिसकर्मी के कपड़े फाड़े जा रहे हैं.. महिला फटे कपड़ों से अपने अंगों को छिपाते हुए भीड़ के सामने गिड़गिड़ा रही है.. लेकिन क्रूर भीड़ की बदसलूकी बढ़ती जा रही है.. वीडियो छत्तीसगढ़ के रायगढ़ का है.. पुलिस-ग्रामीणों में झड़प का शर्मनाक वीडियो.. pic.twitter.com/ISO7mbOF3L
આ અંગે બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ શુક્રવારે (3 જાન્યુઆરી, 2026) જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ છે. તેમની સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવાઓને આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે. આ હિંસક અથડામણમાં તમનાર પોલીસ સ્ટેશનના એસએચઓ કમલા પુસામ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતા પ્રશાસને હાલમાં આ પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp