ઘોર કળિયુગ! ઝઘડાએ આપ્યો ત્રણ વર્ષના પ્રેમ સંબંધને કરુણ અંજામ! યુવતીએ ચાલાકી કરવાની પૂરી કોશિશ ક

ઘોર કળિયુગ! ઝઘડાએ આપ્યો ત્રણ વર્ષના પ્રેમ સંબંધને કરુણ અંજામ! યુવતીએ ચાલાકી કરવાની પૂરી કોશિશ કરી પણ....,જાણો વિગતે

01/02/2026 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઘોર કળિયુગ! ઝઘડાએ આપ્યો ત્રણ વર્ષના પ્રેમ સંબંધને કરુણ અંજામ! યુવતીએ ચાલાકી કરવાની પૂરી કોશિશ ક

વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં પ્રેમસંબંધમાં હત્યાની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શરૂઆતમાં અકસ્માત કે આત્મહત્યા લાગતી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે સત્ય ઉજાગર કર્યું હતું. એક યુવકને યુવતી જેમની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. પરિવારની સહમતીથી તેમની સગાઇ પણ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં લગ્ન થનાર હતા. અને અચાનક આ હત્યાએ આ સંબંધને કરુણ અંજામ આપ્યો હતો.


પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

માહિતી મુજબ, વડોદરા રેલવેમાં જ ફરજ બજાવતી અને રેલવે કોલોનીમાં રહેતી રેખા નામની યુવતી અને ૨૩ વર્ષીય સચિન રાઠવા વચ્ચે પ્રેમસંબંધ હતો. બંનેની સગાઈ થઈ ગઈ હતી અને તેઓ અહીં સાથે જ રહેતા હતા. જો કે, ગત ૨૯ ડિસેમ્બરના રોજ સચિન રાઠવાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ઘટના સમયે રેખાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતાં રજૂઆત કરી હતી કે, સચિનનું મોત કુદરતી કે અકસ્માતે થયું છે. પરંતુ આ અંગે સચિનના પિતાને શંકા જતાં તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રેમિકા દ્વારા માનસિક ત્રાસ અને અન્ય યુવક સાથેના સંબંધોની શંકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, સચિનનું મોત કોઈ બીમારીથી નહીં પરંતુ ગળાફાંસો આપવાને કારણે ગૂંગળામણથી થયું હતું. આ રિપોર્ટ આવતા જ પોલીસની શંકા રેખા પર દ્રઢ બની હતી. તેથી મકરપુરા પોલીસે જ્યારે રેખાની કડક પૂછપરછ હાથ ધરી, ત્યારે તે સતત ત્રણ દિવસ સુધી પોલીસને ગોળ-ગોળ ફેરવતી રહી હતી. જો કે, પોલીસની તાર્કિક પૂછપરછ સામે તે વધુ સમય ટકી શકી નહીં અને અંતે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. રેખાએ સ્વીકાર્યું હતું કે, જ્યારે સચિન ગાઢ નિદ્રામાં સૂતો હતો, ત્યારે તેણે દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


શંકાએ ગયો યુવકનો જીવ

શંકાએ ગયો યુવકનો જીવ

ઉલ્લેખનીય છે કે, સચિન અને રેખા વર્ષ 2023થી એકબીજાના પ્રેમમાં હતા. મે 2025માં બંનેની સગાઈ પણ ધામધૂમથી કરવામાં આવી હતી અને આગામી માર્ચ મહિનામાં તેમના લગ્ન નિર્ધારિત હતા. રેખા રેલવેમાં નોકરી કરતી હોવાથી બંને વડોદરા સ્થિત રેલવે ક્વાર્ટર્સમાં સાથે રહેતા હતા. સચિનના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સચિનને શંકા હતી કે રેખાના અન્ય કોઈ યુવક સાથે પણ સંબંધો છે. આ બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા.

આ અંગે ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે સચિને તેના પિતાને ફોન કરીને રડતા રડતા જણાવ્યું હતું કે, "રેખા હવે લગ્ન કરવાની ના પાડે છે અને મને ખૂબ હેરાન કરી રહી છે." આ ફોન કોલના થોડા સમય બાદ રેખાએ સચિનના પરિવારને ફોન કરીને જણાવ્યું કે, સચિન સૂતો છે અને જાગતો નથી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે હાલ યુવતીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવતીએ હત્યા શા માટે કરી એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top