ક્રિકેટરે હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવતા મચ્યો હોબાળો, આ રાજ્યના ક્રિકેટર પર પોલીસે કરી કાર્યવાહી
એક ભારતીય ક્રિકેટરની પેલેસ્ટાઇન પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન વ્યક્ત કરવાનો પ્રયાસ ઉલટો પડ્યો. જમ્મુમાં એક સ્થાનિક ટુર્નામેન્ટ દરમિયાન હેલ્મેટ પર પેલેસ્ટિનિયન ઝંડો લગાવીને રમનાર આ ક્રિકેટરને હવે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, પોલીસે ફુરકાન ભટ્ટને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
ફુરકાન ભટ્ટ તાજેતરમાં જ જમ્મુમાં યોજાયેલી જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો. આ દરમિયાન, ભટ્ટના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે હોબાળો મચી ગયો હતો. ફોટામાં જોવા મળી રહ્યું છે કે ક્રિકેટરે બેટિંગ કરતી વખતે જે હેલ્મેટ પહેર્યું હતું તેના પર પેલેસ્ટિનિયન ધ્વજ લાગેલો હતો. ભારતીય ક્રિકેટરો સામાન્ય રીતે તેમના હેલ્મેટ પર ભારતીય ધ્વજ લગાવીને અથવા કોઈ ધ્વજ વગર મેદાનમાં ઉતરે છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેઓ બીજા દેશની ઓળખ પહેરીને જોવા જોવા મળ્યો છે.
, આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ જમ્મુ અને કાશ્મીર પોલીસ હરકતમાં આવી ગઈ અને ફુરકાન ભટ્ટને સમન્સ પાઠવ્યું. પોલીસ જ નહીં, પરંતુ ટુર્નામેન્ટના આયોજકને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એક નિવેદનમાં, J&K પોલીસે જણાવ્યું હતું કે, "જમ્મુમાં એક ખાનગી ટુર્નામેન્ટ દરમિયાન હેલ્મેટ પર પેલેસ્ટિનિયન ધ્વજ દર્શાવવાના સંદર્ભમાં J&K પોલીસે એક ક્રિકેટર અને ટુર્નામેન્ટના આયોજકને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે." જોકે, એ સ્પષ્ટ નથી કે પોલીસે તેમને ફક્ત પૂછપરછ માટે બોલાવ્યા છે કે પછી તેઓ તેમની સામે કેસ પણ દાખલ કરશે.
અહેવાલો અનુસાર, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)એ ક્રિકેટર પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, એસોસિએશને પણ ટુર્નામેન્ટથી પોતાને દૂર કરી દીધા છે. JKCA એ સ્પષ્ટપણે કહ્યું છે કે આ એક ખાનગી ટુર્નામેન્ટ હતી અને તેનો તેની સાથે કોઈ સંબંધ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp