14 વર્ષનો આ ખિલાડી ભારતને અપાવશે વધુ એક એશિયા કપ, મેદાનમાં મચાવી ધમાલ, તોડશે વિરાટ કોહલીનો રેકો

14 વર્ષનો આ ખિલાડી ભારતને અપાવશે વધુ એક એશિયા કપ, મેદાનમાં મચાવી ધમાલ, તોડશે વિરાટ કોહલીનો રેકોર્ડ! જાણો વિગતે

12/13/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

14 વર્ષનો આ ખિલાડી ભારતને અપાવશે વધુ એક એશિયા કપ, મેદાનમાં મચાવી ધમાલ, તોડશે વિરાટ કોહલીનો રેકો

માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની બેટ અત્યારથી જ આખી દુનિયામાં ડંકો વગાડી રહી છે. IPL 2025માં સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ આ યુવા ખેલાડી હવે અંડર-19 ક્રિકેટમાં ધમાલ મચાવી છે. ભારતીય U-19 ટીમ હાલ દુબઈમાં ચાલી રહેલા અંડર-19 એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ભારતની પ્રથમ મેચ યુએઈ  સામે હતી, જેને ટીમ ઇન્ડિયાએ 234 રનના વિશાળ માર્જિનથી જીતી લીધી હતી. ભારતની આ જીતમાં વૈભવ સૂર્યવંશીએ 171 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને મહત્વની ભૂમિકા ભજવી છે.


વૈભવનો તોફાની અંદાજ

વૈભવનો તોફાની અંદાજ

વૈભવે આ ઇનિંગ્સ દરમિયાન 95 બોલમાં 9 ચોગ્ગા અને 14 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ 14 છગ્ગા સાથે તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે U-19 ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈ બેટર બનાવી શક્યો નથી. U19 ODIમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ પોતાના નામે કર્યો છે. આ મેચ પહેલા પણ વૈભવ સૂર્યવંશી આ યાદીમાં પ્રથમ સ્થાને હતો, પરંતુ આ 14 છગ્ગા સાથે તે યુથ વનડેમાં 50 છગ્ગા મારનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી U-19 ODIમાં માત્ર 12 મેચ રમી છે, જેમાં તે 57 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ યાદીમાં બીજા સ્થાને ભારતના જ ઉન્મુક્ત ચંદ છે, જેણે 38 છગ્ગા માર્યા હતા.


તોડશે વિરાટ કોહલીનો રેકોર્ડ

તોડશે વિરાટ કોહલીનો રેકોર્ડ

U-19 ODIમાં વૈભવ સૂર્યવંશીના નામે હવે કુલ 727 રન નોંધાયેલા છે. ત્યારે હવે તેની નજર હવે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા પર છે. વિરાટે પોતાની U-19 કારકિર્દીમાં 28 મેચોમાં 978 રન બનાવ્યા હતા. ત્યારે વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશી વચ્ચે હવે માત્ર 251 રનનો જ તફાવત રહી ગયો છે. જો કે ભારત માટે U-19 ODIમાં સૌથી વધુ 1404 રન બનાવવાનો રેકોર્ડ વિજય ઝોલના નામે છે. પરંતુ આ ખિલાડી ભારતીય સિનિયર ટીમમાં ક્યારેય પોતાની જગ્યા બનાવી શક્યો ન હતો. આ યાદીમાં યશસ્વી જયસ્વાલ 1386 રન સાથે બીજા સ્થાને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top